Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

કોરોના જીવન સાથે વણાઇ ગયો, સાવચેતી જરૂરી, ડર નહિ : સંશોધન - ટેસ્‍ટીંગ પર ભાર

તમિલ સંગમમાં હજારો લોકો તબક્કાવાર આવવાના છે : ઋષિકેશ પટેલ

રાજકોટ તા. ૧ : સરકાર દ્વારા સૌરાષ્‍ટ્ર અને તમિલનાડુ લોકોના સંગમ અંગે કાર્યક્રમની માહિતી આપવા રાજકોટ આવેલા રાજ્‍યના આરોગ્‍ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સમક્ષ પત્રકાર પરિષદમાં કોરોનાને લગતા પ્રશ્ન ઉપસ્‍થિત થયા હતા.

આરોગ્‍ય મંત્રીએ વિવિધ પ્રશ્નના જવાબમાં જણાવેલ કે, ગયા અઠવાડિયે ૩૦૦ થી ૪૦૦ કેસ આવ્‍યા હતા. આપણે ત્‍યાં જેટલા કેસ નોંધાય છે તેના કરતા ઘણાં વધુ કેસ અમેરિકા જેવા દેશોમાં નોંધાઇ રહ્યા છે. હાલ જે વેરિયન્‍ટ અસ્‍તિત્‍વમાં છે તે ઘાતક નથી. કોરોના હવે જીવનની સાથે વણાય ગણાયો હોય તેવું લોકો મહેસુસ કરી રહ્યા છે. કોરોનાથી ડર રાખવાની નહિ પણ સાવચેતી રાખવાની જરૂરીયાત છે. કોરોનાની પરિસ્‍થિતિ અને વેરીયન્‍ટ અંગે સંશોધન પ્રક્રિયા ચાલુ છે. ટેસ્‍ટીંગ વધારવામાં આવ્‍યું છે. લક્ષણો દેખાય એટલે સારવાર માટેની સુવિધા ઉપલબ્‍ધ છે. તમિલ સંગમ કાર્યક્રમમાં બધા લોકો એક સાથે આવવાના નથી. વારાફરતી ૩ થી ૫ હજાર લોકોના કાર્યક્રમો તા. ૧૭ એપ્રિલથી થશે. નજીકના ભૂતકાળમાં પણ મોટા સમુદાય ભેગા થયા હોય તેવા કાર્યક્રમો થયા હતા.

(4:00 pm IST)