Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

રાજકોટ-ઓખા વચ્‍ચે રેલ્‍વેની ડબલ લાઇન નંખાશે : રામભાઇ મોકરીયાની સફળ રજૂઆત

કેન્‍દ્રીય રેલ્‍વે મંત્રી અશ્વીની વૈષ્‍ણવ દ્વારા મંજુરી

રાજકોટ,તા. ૧ : સંસદસભ્‍ય (રાજયસભા) રામભાઇ મોકરીયાની રાજકોટથી ઓખા સુધી રેલ્‍વેની ડબલ લાઇન નાખવા માટેની રજુઆતને સફળતા મળી છે.

રાજકોટથી ઓખા સુધી અત્‍યારે સીંગલ લાઇન હતી અને ડબલ લાઇન બ્રોડગેજ નાખવા માટે દિલ્‍હી ખાતે રૂબરૂ મળીને રેલ્‍વે મંત્રી અશ્વિની વૈષ્‍ણવને રજુઆત કરી હતી. તદ્દઉપરાંત અત્રેથી ડીસેમ્‍બર મહિનામાં તથા છેલ્લે ૨૪/૨/૨૦૨૪ના રોજ લેખિતમાં રજુઆત કરી હતી કે રાજકોટથી ઓખા સુધી ડબલ લાઇન નાખવાની મંજુરી આપો.આ રજુઆતને રેલ્‍વે મંત્રીશ્રી અશ્વિની વૈષ્‍ણવએ સર્વે કરવાની મંજુરી આપી દીધી છે. આમ સંસદસભ્‍ય રામભાઇ મોકરીયાની રજુઆતોની રજુઆતને સફળતા મળી છે. અને લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. સતત રેલ્‍વોને લગતી રજુઆતો તથા પ્રજાની સુખસુવિધા વધારો થાય સારી સગવડ મળે તેમને હંમેશા કેન્‍દ્રમાં તથા રાજય સરકારમાં વારંવાર લોકઉપયોગી રજુઆતો કરતા રહે છે તેનું આ પરિણામ છે.

(1:43 pm IST)