Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

ભારત સરકારનું નાગરિક સંશોધન અધીકાર બીલ કુઠારાઘાત છેઃ રાષ્ટ્રપતિને સંબોધી કલેકટરને આવેદન

શહેર કોંગ્રેસ માઇનોરીટી એકમે નાગરિક સંશોધન બીલ અંગે કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

રાજકોટ તા. ૧: શહેર કોંગ્રેસ માઇનોરીટી એકમે રાષ્ટ્રપતિને સંબોધી કલેકટરને આવેદન પાઠવી જણાવેલ હતું કે, ભારત સરકાર તરફથી નાગરિક સંશોધન અધિકાર (CAB)  બીલ તેમજ NRC બીલ લોકસભામાં અને રાજયસભામાં મંજુર કરવામાં આવેલ છે અને તેને કાયદાનું રૂપ આપવાના છે. ત્યારે ખરેખર આ દેશના બંધારણ ઉપર કુઠારાઘાત છે,  અને આ દેશનું ગંગા જમનાની જે તહેઝીબ છે તેને ખતમ કરવા માટે આયોજન છે.

દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીમાં અલગ અલગ દેશમાંથી જે શરણાર્થીઓ આવતા હતા તેમને ધર્મના ભેદભાવ વગર અહિંના રહેવાસી તરીકે બંધારણીય હકકો/નાગરિકત્વ આપતા હતા, છતાં પણ આ દેશમાં નાતી-જાતિ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાના ઇરાદાથી દેશમાં આંતર-યુદ્ધ ફાટી નીકળે તેવા કારસા સતાધિશો રચતા હોય તેવું લાગી રહ્યું છે.

આ બધી બાબતોથી ભારતના વફાદાર નાગરિકો તરીકે અમોને આ બધું અજુગતું લાગે છે, માટે અમે આ કાયદાને, બીલને બધી જ રીતે વખોડી કાઢીએ છીએ. આ બીલ જયાં સુધી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતાં રહીશું. આવેદનપત્ર યુનુસ જુણેજાની આગેવાની હેઠળ અપાયું હતું.

(4:35 pm IST)