Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

વન-વે ભંગ બદલ વકીલને ૧૦૦૦ના દંડના બે મેમા અપાતા વકીલ દ્વારા ટ્રાફિક પી.આઇ.ને નોટીસ અપાઇ

રાજકોટ તા. ૧: વન-વે ટ્રાફિક નિયમ ભંગ અંગે રાજકોટના ટ્રાફિક બ્રાંચના પી.આઇ. દ્વારા એડવોકેટ નરેન્દ્રભાઇ બુધ્ધદેવને યાજ્ઞિક રોડ તથા જયુબેલી શાકમાર્કેટ પાસે વન-વે માં વાહન ચલાવવા પ્રશ્ને અપાયેલ મેમાના સંદર્ભે એડવોકેટ નરેન્દ્રભાઇ બુદ્ધદેવ દ્વારા પોતે કોઇ નિયમ ભંગ કરેલ નથી તેમ જણાવીને ટ્રાફિક બ્રાંચના પી.આઇ.ને વળતી કાનુની નોટીસ આપીને પરત ખેંચવા અન્યથા નિયમભંગ થયો હોય તો તે અંગેના પુરાવા ૮ દિવસમાં આપવાની તાકીદ કરતાં શહેરમાં ચકચાર જાગી છે.

આ અંગેની વિગત એવી છે કે, એડવોકેટ નરેન્દ્ર ડી. બુદ્ધદેવ આથી તમોને જણાવીએ છીએ કે, તમોએ મોકલેલ વાયોલેશન ઓફ ટ્રાફીકની નોટીસ જે તા. ૩૧-૧ર-૧૯ના રોજ બજેલ છે તેમાં જણાવેલ હકીકતો અસ્પષ્ટ અને મોધમ છે તેમજ નેચરલ જસ્ટીસના નિયમ મુજબ ફરિયાદી પોતે જજ ન થઇ શકે અને અમોને સાંભળવાની તક આપ્યા વિના તમોએ જેરૂ. ૧,૦૦૦/- નો દંડ ભરી દેવા જણાવેલ છે. જેમાં યાજ્ઞિક રોડ તથા દેનાબેંક જયુબીલી શાક માર્કેટ પાસે અમો વનવેમાં છીએ તેવું જણાવેલ છે. ખરી હકીકતે અમોએ દેનાબેંક જયુબીલી શાક માર્કેટ પાસે વનવેનો ભંગ કરેલ નથી. તો આપેલ આ નોટીસ પરત ખેંચશો અને અમોને આપેલ નોટીસમાં બતાવેલ અન્ય વિગતોના જરૂરી દસ્તાવેજ પુરા પાડશો તેથી અમો અમારો બચાવ કરી શકીએ. અન્યથા આ નોટીસ પરત ખેંચશો. જો આ નોટીસ પરત ન ખેંચો તો આ કેસ લડવા માંગીએ છીએ તો જરૂરી તમામ પેપર્સ સીઆરપીસી મુજબ અમોને પુરા પાડવા યોગ્ય કરશો. જેની આથી સ્પષ્ટ નોંધ લેશો. આ પેપર્સ દિવસ-૮ માં પુરા પાડશો. તેમ એડવોકેટ નરેન્દ્રભાઇ બુધ્ધદેવે ટ્રાફિક બ્રાંચના પી.આઇ.ને નોટીસ પાઠવીને જણાવેલ છે.

(4:31 pm IST)