Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

કરોડોની મિલ્કત નજીવી કિમતી પચાવી પાડવા અંગે પોલીસે કાર્યવાહી નહિ કરતાં વકીલ અને તેના પુત્ર સામે કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા.૧: અત્રે ગુજરનાર પ્રતાપરાય હરીશંકર રાજયગુરૂની મિલકત અંગે ફરીયાદીની વિધવાએ ગુજરનારની રાજકોટ શહેર અને આસપાસના ગામ મવડી, વાવડી, પરાપીપળીયા વિગેરેની ખેતી-બીનખેતી મિલકતના બોગસ વેચાણ કરાર, સાટાખત કરાર અને કુલમુખત્યાર દસ્તાવેજો ઉભા કરી કરોડો રૂપિયાની મિલકત પંચાવી પાડવાના આરોપસર વકીલ હરીસિંહ મનુભા વાઘેલા,પુત્ર ઝલકીતસિંહ વિગેરે સામે મિલકત વિરોધી ગુન્હા અંગે ફરીયાદ રાજકોટન એડીશ્નલ ચીફ જયુ.મેજી.શ્રી પી.કે.રાય ગાંધીગ્રામ પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટરને તપાસ કરી દિવસ-૩૦માં રીપોર્ટ કરવા આદેશ કરેલ છે.

રાજકોટ કૈલાસનગર શેરી નં.૩માં રહેતા જયશ્રીબેન પ્રતાપરાય રાજયગુરૂએ તેના પતિ ગુજરનાર પ્રતાપરાય હરીશંકર રાજયગુરૂની રાજકોટના રેવન્યુ સર્વે નં.૪૫૧ પૈકી ૩ એકર અને ૬ ગૂંઠા વૈશાલીનગર ઝુપડપટ્ટી તથા મવડી, વાવડી, પરાપીપળીયા વિગેરેની જુદી જુદી મિલકતો અંગે પતિ પ્રતાપરાય સામે તેના ભાણેજ મુકેશ શાંતિલાલે કરેલ દિવાની કોર્ટમાં બચાવ પક્ષે પતિ પ્રતાપરાય વતી રોકાયેલ વકીલશ્રી હરીસહિં મનુભા વાઘેલાએ પતિ પ્રતાપરાય હરીશંકરની જાણ અને સંમતી વીના સને-૧૯૯૭ના જુના સ્ટેમ્પ  પેપર ઉપર હરીસિંહ વાઘેલાએ તેના સગીર પુત્ર ઝલકીતસિંહ વાઘેલાના નામે જુદી જુદી ૯-મિલકતો અંગે વેચાણ કરાર તા.૦૫-૬-૯૭ ના સ્પેમ્પ પેપર મોહનભાઇ ત્રિકમભાઇ પટેલના નામ છે તેના ઉપર વેચાણ કરાર તમામ મિલકત રૂપિયા અગીયાર લાખમાં ખરીદ કર્યાનું જણાવી તે વેચાણ કરાર અંગે ગુજ. પતિની હૈયાતીમાં કેસના બચાવના બહાને કહેવાતા વેચાણ કરાર અંગે રૂપિયા અગીયાર લાખ ચુકતે અવેજની પહોચ અને કબુલાત નોટરીશ્રી જયેશ એલ.ટાંક મારફતે લીધેલ.

મિલકતો વિરોધી ગુન્હો આચરેલ તેની જાણકારી મળતા રાજકોટ શહેરના પોલીસત કમિશનરશ્રીને ફરીયાદી જયક્ષીબેને વકીલશ્રી હરીસિંહ વાઘેલા અને તેના પુત્ર ઝલકીતસિંહ, લક્ષ્મણ તળાવીયાના નામે વાવડી રેવન્યુ સર્વે નં.૫ પૈકી ૩ જમીન એકર ૩-૫ ગૂંઠાનું રજીસ્ટર સાટાખત જાન્યુઆરી, સને-૨૦૧૮માં રૂપિયા ત્રણ લાખ પીસ્તાલીસ હજારમાં કરાવેલ અને કરોડો રૂપિયાની મિલકત મામુલી રકમમાં ખરીદ કર્યા અંગે વેચાણ કરાર હરીસિંહ વાઘેલાએ તેના સગીર પુત્રનો જન્મ સને-૧૯૯૪માં થયેલ અને સને-૧૯૯૭માં વેચાણ કરાર કરેલ તેમજ હરીસિંહ વાઘેલાએ વકીલાતની સનદ ૧૯૯૯માં મેળવેલ છે તે હકીકત અંગે બોગસ દસ્તાવેજો ઉભા કરી કરાવી મિલકત વિરોધી ગુન્હો કરેલ જેથી તેમની સામે ફરીયાદ કરેલ હતી.

આ અંગે પોલીસ કમિશનર દ્વારા કોઇ કાર્યવાહી થયેલ ન હોય જેથી રાજકોટની ફોજદારી અદાલતમાં ખાનગી ફરિયાદ મિલકત વિરોધી ગુન્હા અંગે ઇ.પી.કો.કલમ-૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૩૪,૧૨૦ (બી) ૧૧૪ વિગેરે ગુન્હા અન્વયે ફરીયાદ કરેલ જે ફરીયાદ ઇન્કવાયરી રજીસ્ટરે લઇ રાજકોટના  એડી.ચીફ જયુ.મેજી.શ્રી પી.કે.રાય મિલકત વિરોધી ગુન્હાની ગંભીરતા લક્ષમાં લઇ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટરશ્રીને ક્રિ.પ્રો.કોડ કલમ-૨૦૨ અન્વયે તપાસ કરી મિલકત વિરોધી ગુન્હો બને છે કે કેમ અને કઇ કલમ મુજબ ગુન્હો બને છે તેની તપાસ કરી દિવસ-૩૦માં કોર્ટમાં રીપોર્ટ કરવા હુકમ કરેલ છે.

આ કામે ગુજરનાર પ્રતાપરાય હરીશંકરના વિધવા પત્ની જયશ્રીબેન પ્રતાપરાય વગેરે તરફે એડવોકેટ એલ.વી.લખતરીયા, બીનીતા જે.ખાંટ રોકાયેલ છે.

(4:30 pm IST)