Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

રાજકોટ રેલ્વે ડિવીઝનની ૧૪ ટ્રેનોમાં આ મહિનાથી લાગશે વધારાના કોચ

રાજકોટ તા. ૧: મુસાફરોની સુવિધાને ધ્યાને રાખીને પશ્ચિમ રેલ્વેના રાજકોટ રેલ્વે ડિવીઝનમાંથી પસાર થતી ૧૪ ટ્રેનોમાં જાન્યુઆરી-૨૦૨૦થી વધારાના કોચ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે ૧૪ ટ્રેનોમાં વધારાના ડબ્બા લાગશે તેમાં ૧૨૯૪૯/૧૨૯૫૦ પોરબંદર-સાંત્રાગાચી કવિગુરૂ એકસપ્રેસમાં ૩ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી પોરબંદરથી તથા ૫ જાન્યુઆરીથી ૨ ફેબ્રુઆરી સુધી સાંત્રાગાચીથી એક વધારાનો થર્ડ એસી કોચ અને એક સેકન્ડ એસી કોચ જોડવામાં આવશે.

આ ઉપરાંત ૧૨૯૦૫/૧૦૯૦૬ પોરબંદર-હાવડા એકસપ્રેસમાં ૧ જાન્યુઆરીથી ૩૦ જાન્યુઆરી સુધી પોરબંદરથી અને ૩ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી સુધી હાવડાથી વધારાનો થર્ડ એસી કોચ લગાવવામાંઆવશે. ૧૯૨૦૨/૧૯૨૦૧ પોરબંદર-સિકંદરાબાદ એકસપ્રેસમાં ૭ જાન્યુઆરીથી ૨૮ જાન્યુઆરી સુધી પોરબંદરથી તથા ૮ થી ૨૯ જાન્યુઆરી સુધી સિકંદરાબાદ સુધી વધારાનો થર્ડ એસી કક્ષાનો કોચ લાગશે.

૧૯૨૧૮/૧૯૨૧૭ જામનગર-બાંદ્રા સોૈરાષ્ટ્ર જનતા એકસપ્રેસમાં ૩ જાન્યુઆરીથી ૨ ફેબ્રુઆરી સુધી જામનગરથી તથા ૨ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી સુધી એક સેકન્ડ સ્લીપર કોચ જોડવામાં આવશે. ૧૯૨૬૯/૧૯૨૭૦ પોરબંદર-મુજફફરપુર-મોતીહારી એકસપ્રેસ ટ્રેનમાં ૨ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી પોરબંદરથી અને ૫ જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી સુધી મુજફફરપુરથી એક થર્ડ એસી કોચ જોડવામાં આવશે.

૧૯૨૬૩/૧૯૨૬૪ પોરબંદર-દિલ્હી સરાઇ રોહિલ્લા એકસપ્રેસ ટ્રેનમાં ૪ જાન્યુ.થી ૨૮ જાન્યુઆરી સુધી પોરબંદરથી તથા ૬ જાન્યુઆરીથી ૩૦ જાન્યુઆરી સુધી દિલ્હી સરાઇ રોહિલ્લાથી એક થર્ડ એસી કોચ લાગશે. ૨૨૯૩૯/૨૨૯૪૦ હાપા-વિલાસપુર એકસપ્રેસ ટ્રેનમાં ૭ જાન્યુ.થી ૨૮ જાન્યુ. સુધી હાપાથી તથા ૯ જાન્યુ.થી ૩૦ જાન્યુ. સુધી વિલાસપુરથી એક થર્ડ એસી કોચ અને એક સેકન્ડ સ્લીપર કોચ જોડાશે.

આવી જ રીતે ૧૯૫૭૫/૧૯૫૭૬ ઓખા-નાથદ્વારા એકસપ્રેસમાં ૪ થી ૨૫ જાન્યુઆરી સુધી ઓખાથી અને વળતી ટ્રીપમાં ૫ થી ૨૬ જાન્યુઆરી સુધી નાથદ્વારાથી એક થર્ડ અને એક સેકન્ડ એસી કોચ જોડાશે.  ૨૨૯૩૭/૨૨૯૩૮ રાજકોટ-રિવા એકસપ્રેસ ટ્રેનમાં ૪ થી ૨૫ જાન્યુઆરી સુધી ઓખાથી અને વળતી ટ્રીપમાં ૬ થી ૨૭ જાન્યુઆરી સુધી રિવાથી એક સેકન્ડ સ્લીપર કોચ લાગશે. ૧૯૫૭૯/૧૯૫૮૦ રાજકોટ-દિલ્હી સરાઇ રોહિલ્લા એકસપ્રેસમાં ૨ જાન્યુઆરીથી ૩૦મી સુધી રાજકોટથી તથા ૩ થી ૩૧ જાન્યુઆરી સુધી દિલ્હી સરાઇ રોહિલ્લાથી એક સેકન્ડ સ્લીપર કોચ જોડવામાં આવશે.

૧૯૨૬૨/૧૯૨૬૧ પોરબંદર-કોચુવેલી એકસપ્રેસમાં ૯ જાન્યુઆરીથી ૩૦ જાન્યુઆરી સુધી પોરબંદરથી તેમજ ૨૨ જાન્યુઆરીથી ૨ ફેબ્રુઆરી સુધી કોચીવેલીથી એક થર્ડ અને એક સેકન્ડ એસી સ્લીપર કોચ વધારાનો જોડવામાં આવશે. ૧૯૫૬૮/૧૯૫૬૭ ઓખા- ટુટીકોરીન વિવેક એકસપ્રેસમાં ૨ જાન્યુ. થી ૩૦ જાન્યુ. સુધી (૯ જાન્યુ.ના માત્ર એક થર્ડ એસી કોચ) ઓખાથી તથા ૫ જાન્યુઆરીથી ૨ ફેબ્રુઆરી સુધી (૧૨ જાન્યુ.ના માત્ર એક થર્ડ એસી કોચ) ટુટીકોરીનથી એક થર્ડ એસી કોચ અને એક સેકન્ડ સ્લીપર કોચ જોડાશે.

૧૯૫૭૭/૧૯૫૭૮ જામનગર-તિરૂનવેલી એકસપ્રેસમાં ૩જીથી ૩૧ જાન્યુ. સુધી જામનગરથી તથા ૬ જાન્યુ.થી ૩ ફેબ્રુઆરી સુધી એક થર્ડ એસી કોચ લાગશે. ૨૨૯૦૮/૨૨૯૦૭ હાપા-મડગાંવ એકસપ્રેસમાં ૯ જાન્યુઆરીથી ૩૦ જાન્યુઆરી સુધી હાપાથી તથા ૧૦ થી ૩૧ જાન્યુઆરી સુધી મડગાંવથી એક થર્ડ એસી કોચ લાગશે.

(4:29 pm IST)