Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

ગુદડી કા લાલ : ક્ષત્રિય ગિરાસદાર સમાજના તારલાઓનો રવિવારે સન્માન સમારોહ

મ્યુ.કોર્પો. સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ - શૈક્ષણિક કીટ અપાશે : ક્ષત્રિય રાજ ફાઉન્ડેશનનું આયોજન

રાજકોટ, તા. ૧ : આગામી ૫ જાન્યુઆરી ૨૦૨૦ને રવિવારના રોજ ક્ષત્રિય રાજ ફાઉન્ડેશન- રાજકોટ દ્વારા તૃતીય 'ગુદડી કા લાલ' વિદ્યાર્થી સત્કાર સમારોહનું આયોજન અરવિંદભાઈ મણીયાર હોલ, જયુબેલી ગાર્ડન, રાજકોટ ખાતે બપોરે ૨:૩૦ કલાકે કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતા ક્ષત્રિય ગિરાસદાર સમાજના દીકરા - દીકરીઓ જેમને ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરેલ છે અને તેમને શિલ્ડ આપી સન્માનિત કરાશે. તેમજ દરેક વિદ્યાર્થીઓને સ્કુલબેગ અને નોટબુક પ્રોત્સાહનરૂપે આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં વિરેન્દ્રસિંહજી બી. જાડેજા (ધારાસભ્ય શ્રી માંડવી - મુંદ્રા)નો સહયોગ મળેલ છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે માંધાતાસિંહજી એમ. જાડેજા (ઠાકોર સાહેબ, રાજકોટ), જયરાજસિંહજી ટી. જાડેજા (પૂર્વ ધારાસભ્ય ગોંડલ), વિરેન્દ્રસિંહજી બી. જાડેજા (ધારાસભ્ય માંડવી - મુંદ્રા), પ્રદ્યુમનસિંહજી એમ. જાડેજા (ધારાસભ્ય અબડાસા), નરેન્દ્રસિંહ એ. જાડેેજા (કાર્યકારી પ્રમુખ રાજકોટ જીલ્લા રાજપૂત સમાજ), ડો.જનકસિંહ સી. ગોહીલ (મહિલા અને બાળ અધિકારી કલાસ-૧ રાજકોટ જીલ્લા), શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા (પ્રદેશ પ્રમુખ, ગુજરાત મહિલા કોંગ્રેસ), ડો.રેખાબા જાડેજા (પ્રોફેસર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), ડો.રૂદ્રદત્તસિંહજી જે. ઝાલા (પ્રમુખ શ્રી ઝાલાવડ રાજપૂત સમાજ), કિશોરસિંહજી બી. ઝાલા (પ્રદેશ અધ્યક્ષ, યુથવીંગ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ) હાજરી આપશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ ક્રિપાલસિંહ બી. રાણા સદાદ (મો.૯૭૧૪૦ ૯૮૫૯૭), ઉપપ્રમુખ પૃથ્વીસિંહ જી. જેઠવા મોરાણા, પ્રવકતા દિગ્વિજયસિંહ એન. વાઘેલા ધીંગડા, શકિતસિંહ આર. વાઘેલા ભાડેર, સહમંત્રી રાજદીપસિંહ એલ. જાડેજા, વડાળી તેમજ સંકલન સમિતિમાં જયદીપસિંહ ગોહીલ માંડવા, વિજયસિંહ જાડેજા માછરડા, નવલસિંહ જાડેજા આણંદપર, દિગ્વિજયસિંહ જાડેજા વાવડી, રામચંદ્રસિંહ જાડેજા ખાખડા-બેલા, અજયસિંહ ગોહીલ રામણકબા, પુષ્પરાજસિંહ ગોહીલ લંગાળા, કીર્તીરાજસિંહ જાડેજા વાધરવા, વીરભદ્રસિંહ વાઘેલા ધીંગડા, સિદ્ધરાજસિંહ જાડેજા, ડેરી, પંકજસિંહ સરવૈયા કેશવાળા, રાજદીપસિંહ જાડેજા મોડપર, હરદીપસિંહ રાયઝાદા રૂપાવટી, લક્કીરાજસિંહ જાડેેજા ચાંદલી, યુવરાજસિંહ જાડેજા ખખડા-બેલા, જગદેવસિંહ જાડેજા ડેરી, નરેન્દ્રસિંહ જાડેજા, રાવકી, રવિરાજસિંહ ચુડાસમા વાગડ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્યક્રમનું સંચાલન દિગ્વિજયસિંહ વાઘેલા (મો. ૯૯૭૯૫ ૯૮૯૯૯) ધીંગડા દ્વારા કરવામાં આવશે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:24 pm IST)