Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

કોઠારિયા સોલવન્ટ પાસે ખોળ ભરેલો ટ્રક વીજપોલ સાથે ભટકાતા આગ લાગી

રાજકોટ તા. ૧ : ગોંડલ રોડ પર કોઠારિયા સોલવન્ટમાં ખોળ ભરેલો ટ્રક વીજથાંભલા સાથે ભટકાતા આગ લાગતા ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુજાવી હતી.

મળતી વિગત મુજબ કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે જી.જે.૩ ડબલ્યુ -૭૮૬૮ નંબરનો ખોળ ભરેલો ટ્રકનો ચાલક ટ્રકને રીવર્સમાં લેતો હતો ત્યારે વીજ થાંભલા સાથે ભટકાતા વીજવાયર તુટી ટ્રક માથે પડતા આગ લાગતા ટ્રકનો ચાલક અને કલીનર ટ્રક સાઇડમાં રાખી નીચે ઉતરી તાકીદે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જાણ થતા મવડી ફાયર બ્રિગેડ સ્ટાફ ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી આગમાં ટ્રકમાં ભરેલા ખોળના ભરેલા કોથળા બળી જતા લાખોનું નુકસાન થયું હોવાનું જણાવાય રહ્યું છે.

(4:22 pm IST)