Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

સ્ટેન્ડીંગ કમીટીમાં ૦.પ૦ થી ૪૮ ટકા ઉંચા ભાવે છ કોન્ટ્રાકટોઃ કોંગ્રેસનો વિરોધ

શાસકોએ ઉંચા ભાવે કોન્ટ્રાકટો આપી પ્રજાની તિજોરીને ૮૪.૯૦ લાખનું નુકશાન પહોંચાડયુઃ વિપક્ષી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાનાં આક્ષેપોઃ રંગોળી સ્પર્ધાનાં ફુડ પેકેટોનો પપ હજારનો ખર્ચ વગર ટેન્ડરે કરાતાં વિરોધ

રાજકોટ તા. ૧ :.. મ્યુ. કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડીંગ કમીટીમાં શાસકોએ છ જેટલા કોન્ટ્રાકટો ૦.પ૦  ટકાથી ૪૮ ઉંચા ભાવે આપી પ્રજાની તિજોરીને ૮૪.૯૦ લાખનું નુકસાન પહોંચાડયાનાં આક્ષેપો સાથે સ્ટેન્ડીંગ કમીટીનાં વિપક્ષી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ આ ભાવ વધારાની છ દરખાસ્તો સહિત કુલ ૮ દરખાસ્તોનો વિરોધ કર્યો હતો.

આ અંગે ઘનશ્યામસિંહ જાડેજાએ સેક્રેટરીશ્રીને લેખીતમાં દર્શાવેલ વિરોધમાં જણાવ્યું છે કે, વોર્ડ નં. ૩ માં રેલનગર વિસ્તારમાં પાણીની ડી. આઇ. પાઇપ નાખવાના કામ માટે અંદાજીત ખર્ચ રૂ. ર,પ૯,૪૦૦૦-૦૦ મંજૂર કરવામાં આવેલ તેમની સામે ૧૩.પ૧% વધુ ભાવ ચુકવીને આ રકમ રૂ. ર,૯૪,પ૦,૧૭૦-૦૦ જેેવો દર્શાવેલ છે. તો વધારાના રૂ. ૩પ,૦પ,૧૭૦-૦૦ જેવી આ રકમના ચુકવણા સામે મારો વિરોધ છે. તેમજ આ દરખાસ્ત પણ સિંગલ ટેન્ડર કરવામાં આવી છે. તો આ દરખાસ્તનું રી-ટેન્ડરીંગ થવુ જઇએ. માટે આ વધારાની રકમ ચુકવણા તેમજ સિંગલ ટેન્ડર સામે મારો વિરોધ છે.

વોર્ડ નં. ૭ માં ઢેબર રોડ વન-વે થી રેવન્યુ  સોસાયટી તેમજ કિશાનપરાથી રૈયા રોડ અને મેયરના બંગલા સુધી ડી. આઇ. પાઇપ નાખવાની આ દરખાસ્તમાં પાઇપ નાખવાના અંદાજીત રૂ. ર,૧૩,૩૯૦૦૦-૦૦ મંજૂર કરવામાં આવેલ તેમની સામે એક એજન્સીને વધારાના ૧૮.૧૮ ટકા ઉંચા ભાવ ચુકવીને રૂ. ર,પર,૧૮,૪૩૦-૦૦ જેવી વધારાની આ દરખાસ્તમાં વધારાના રૂ. ૩૮,૭૯.૪૩૦  જેવા માતર રકમના ચુકવણા તેમજ સિંગલ ટેન્ડર પધ્ધતી સામે મારો વિરોધ દર્શાવું છે.

વોર્ડ નં. ૩ માં રૂખડીયાપરા, રાજીવનગર, હુસેની ચોક, તથા કેજીએન પ્રો. સ્ટોર વિગેરેની આજુબાજુની શેરીઓમાં પાઇપ ગટર તેમજ સી. સી. કામ કરવાની આ દરખાસ્ત મે એસ્ટીમેટ, રકમ રૂ. ર૩,પ૦,૦૦૦ સામે વધારાના ૪૮.૬૦ ટકા વધુ ભાવ ચુકવીને આ રકમ રૂ. ૩૪,૯ર,૧૦૦-૦૦ દર્શાવવામાં આવ્યો છે. માટે વધારાની રકમ રૂ. ૧૧,૪ર,૧૦૦-૦૦ જેવા થઇ રહ્યો છે. તેમજ આ દરખાસ્ત સિંગલ ટેન્ડર છે. માટે આ વધારાના ચુકવણા તેમજ સિંગલ ટેન્ડરના કારણે મારો આ દરખાસ્ત સામે વિરોધ છે.

જયારે રાજકોટ શહેરમાં રી-ટેન્ડર અન્વયે સુવિવસ્થિત વહાન પાર્કીંગ માટે ખુલ્લી તેમજ જાહેર જગ્યાઓ પર પે એન્ડ પાર્કિંગની જગ્યા બાબતની આ દરખાસ્ત સારી છે. પરંતુ આ કામગીરી એજન્સીને આપ્યા બાદ (ફાળવ્યા બાદ) વખતો વખતો રીમોનીટરીંગ કરવુ જઇએ. તેમજ જે એજન્સી આ કામગીરી ફાળવ્યા બાદ અ એજન્સીના કર્મચારીઓ દ્વારા ઉધત વર્તનના પણ ઘણીવાર ફરીયાદ આવે છે. તેમજ આ એજન્સીઓ તેના દર્શાવ્ય કરતા પણ વધુ ફી પણ વસુલવામાં આવે છે. તેવા પણ દાખલ બન્યા છે. તેમજ પાર્કીંગ ફીમાં પણ ફેરફાર કરવામાં આવે તેમજ એજન્સીઓને ઉપરોકત જણાવ્યા પ્રમાાણેના સુચન કરવામાં આવે તેમજ રીમોનીટરીંગ કરવામાં આવે તો ફાયદો થઇ શકે માટે આ બાબત ઉપર ધ્યાન આપવામાં આવતુ નથી ને પાર્કિંગ માટે ફાળવેલી એજન્સી મનમાની કરે છે. માટે આ બાબતે મારો આ દરખાસ્ત સામે વિરોધ છે.

જયારે દિવાળી કાર્નિવલ અન્વયે યોજાયેલ રંગોળી સ્પર્ધાના સ્પર્ધકો માટે ફુડ પેકેટ ખરીદી કરવા માટે રૂ. પપ૦૦૦ નો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. આ બાબતે જણાવવા જ કે આ ખર્ચ માટે અગાઉથી તૈયારીઓ કરવી જોઇએ ને ટેન્ડર પ્રથા કરવી જોઇએ. આમ એકાએક આવા કાર્યક્રમ યોજીને પ્રજાના પૈસે લીલાલેરના હોવા જોઇએ. ભલે કાર્યક્રમ ઉજવો પણ અગાઉ તૈયારી કરીને ટેન્ડર કરવુ યોગ્ય ગણાય માટે આ દરખાસ્ત વગર ટેન્ડરે કરતા મારો આની સામે વિરોધ છે.

ત્થા રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ સેન્ટ્રલ ઝોન અંતર્ગત રીબડા ફિલ્ટર પ્લાન્ટના કોન્ટ્રા. પધ્ધતિથી ત્રણ વર્ષ માટે ઓપરેશન - મેઇન્ટેનન્સ કરવાના કામ અંદાજીત રકમ રૂ. પ૮,૮૦,પ૦૦-૦૦ સામે નીચા ભાવ ૧૮ ટકા આપતા આ રૂ. ૪૮,રર,૦૧૦-૦૦ મંજૂર કરવાની આ દરખાસ્ત સિંગલ ટેન્ડરનો અમલ કરેલ છે. તો આ દરખાસ્તનું રી-ટેન્ડરીંગ થવુ જોઇએ તો આના કરતા પણ નિચા ભાવ શકય બને. માટે આ સીંગલ ટેન્ડરના કારણે મારો આ દરખાસ્ત સામે વિરોધ છે.

ઉપરાંત વોર્ડ નં. ૪ માં ૮૦ ફુટના રોડ, પ૦ ફુટનો રોડ અને લક્ષ્મણ પાર્ક મેઇન રોડ પર સાઇડમાં પડખામાં ફુટપાથ અને રોડ લેવલ પેવીંગ બ્લોક નાખવાના કામ માટે રૂ. ૮૭,૮૩,૮૦૦-૦૦ મંજૂર કરવામાં આવેલ તેમની સામે ૦.પ૦ ટકા ઉચા ભાવ ચુકવીને રૂ. ૮૮,ર૭,૭૧૯-૦૦ જેવો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. તો વધારાના ૪૩,૯૧૯-૦૦ ખર્ચમાં વધારો દર્શાવાય છે તો આ વધારાના ટકાવારી પ્રમાણે ચુકવણાના કારણે આ દરખાસ્તનો હું વિરોધ વ્યકત કરૂ છું.

આમ ઉપરોકત કોન્ટ્રાકટોમાં અનુક્રમે રૂ. ૩પ,૦પ,૧૭૦-૦૦ દરખાસ્ત રૂ. ૩,૮૭,૯,૪૩૦-૦૦ રૂ. ૧૧૪ર૧૦૦-૦૦ રૂ. ૪૩,૯૧૯-૦૦ જેવી વધારાની કુલ રકમ રૂ. ૮પ,૭૦,૬૧૯,૦૦  થાય છે. આ માતબાર રકમ કયાં કારણોસર ચુકવવામાં આવે છે. તે ગરબી પ્રજાનાં પૈસાની રેલમછેલ છે. માટે ઉપરોકત દરખાસ્ત સામે મારો વિરોધ વ્યકત કરૃં છું.

(4:21 pm IST)