Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં સંસ્કૃતિને શોભે તે રીતે નવા વર્ષની ઉજવણી

રાજકોટ : માનવ સેવા એજ પ્રભુ સેવાને વરેલ ન્યુ ઇન્ડિયન યંગ ગ્રુપ તેમજ આપાગીતા યુનિયન ગ્રુપ, સતાધાર સેવક ગ્રુપ દ્વારા નવા વર્ષ ૨૦૨૦ ની ઉજવણી વડીલોના વહાલા આશીર્વાદ સાથે સહપરિવાર સેવામય રીતે કરાઇ હતી. રકતદાન કેમ્પ, સંસ્કૃતિ યુવા જાગૃતિ, ગૌસેવા, માનવ સેવાની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. સદ્દભાવના વૃધ્ધાશ્રમ, ગુરૂકુળ સામે પીપળીયા ભવન ખાતે સંસ્થાના યુવા કાર્યકર સ્વ. સુનિલભાઇ ચૌહાણની સ્મૃતિ અર્થે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજુભાઇ સોલંકી, હસુભાઇ કાચા, સોૈરભભાઇ કાચા, ચેતન મારૂ, રાજુ મકવાણા, નિરવ મકવાણા, નિરવભાઇ સોલંકી, એલીશ રાઠોડ, હિતેશ રાઠોડ, લાલજીભાઇ શાપરીયા, અનિલભાઇ રાઠોડ, દિપક ટાંક, નરેશ પરમાર, મહેશભાઇ અંબાસણા, મનોજ મકવાણા સહયોગી બન્યા હતા.

(3:55 pm IST)