Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

જન્મદિને રકતદાન કેમ્પ : વિકલાંગ યુગલનું પ્રેરક કાર્ય

રાજકોટ : દિવ્યાંગ મહેશભાઇ જુરીયાણીએ ૪૩ માં જન્મ દિવસની ૮૨ મી વખત રકતદાન કરીને સેવામય ઉજવણી કરી હતી. પી.જી.વી.સી.એલ.માં જુનીયર આસી. તરીકે રણછોડનગર ખાતે ફરજ બજાવતા મહેશભાઇ (મો.૯૮૨૪૮ ૦૧૦૦૭) તેમજ તેમના પત્ની પણ શારીરીક દિવ્યાંગ છે. બન્ને ખુબ સેવાભાવી વૃત્તિ ધરાવે છે. શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનયભાઇ જસાણીના સહયોગથી સીવીલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે પોતાના જન્મ દિવસે રકતદાન કેમ્પ યોજી પરોપકારનું પ્રેરક કાર્ય કર્યુ હતુ.

(3:55 pm IST)