Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

તાપણા-સેલ્ફી અને ઉમંગ સાથે ૨૦૨૦ને આવકાર

રાજકોટ રંગીલુ શહેર છે. લોકો ઉત્સવપ્રિય છે. તહેવાર કોઇપણ હોય રાજકોટીયન્સ તેને ઉમંગથી ઉજવે છે. ઇસવીસન ૨૦૨૦ના આગમનને વધાવવા લોકો રાત્રે કડકડતી ઠંડીમાં પણ બહાર ઉમટી પડયા હતા. હોટેલ-રેસ્ટોરન્ટ-કલબોમાં લોકો ૨૦૨૦ને વધાવવા પહોંચ્યા હતા. ગઇકાલે રાજકોટમાં ૯ ડિગ્રી જેટલી ઠંડીમાં લોકોએ તાપણાના સહારે નવા વર્ષને આવકાર્યું હતુ. તો ઠંડીની પરવા કર્યા વિના મહિલાઓએ મનમોહક પોઝ આપી સેલ્ફી પાડતા નજરે પડી હતી.  લોકોએ પરીવાર સાથે નવા વર્ષને ઉજવ્યું હતુ.

(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:52 pm IST)