Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

અટલ સરોવરની બાજુની ૧૨ એકર જમીનનો કબજો કોર્પોરેશને સોંપી દેતા કલેકટર

લીટીગેશન અને દબાણો અંગે હવે કોર્પોરેશનની જવાબદારીઃ પી.પી.પી. યોજના તળે સોંપણી : આ જમીનની ૩ એકર જમીન ઉપર ખેતી વિષયક દબાણો હોવાનુ ખુલ્યું..

રાજકોટ તા.૧: રાજકોટ સ્માર્ટ સીટી અંતર્ગત ડેવલપમેન્ટ હેઠળ કલેકટર તંત્ર દ્વારા સર્વે નં-૨૮૬ની કુલ ૬૦ હેકટર જમીનમાંથી  ૧૬ એકર જમીન અટલ સરોવર માટે - તળાવ ઉંડુ ઉતારવા માટે મહાનગરપાલિકાને સોંપવામાં આવી હતી.

આ પછી કોર્પોરેશન દ્વારા અટલ સરોવરને લાગુ અને લોકોના મનોરંજન - આનંદ પ્રમોદ  મળી રહે તે  હેતુથી બાગ-બગીચા અને આત્મ મનોરંજન  બાબતેો બનાવવા માટે ઉપરોકત સર્વે નંબરની વધુ ૧૨ એકર જમીનની માંગણી કરાઇ  હતી

આ પછી કલેકટરએ પ્રાંત -૧ અને પ્રાંત - ૨ને આ જમીન અંગે તપાસ સોંપી હતી. પરીણામે ડીઆઇએલઆર, રૈયા તલાટી- મહેસુલ ઓફિસર - કોર્પોરેશનના ડે. ઈજનેરની ટીમ સંયુકત રીતે તપાસમાં દોડી ગઇ હતી.

તપાસ દરમ્યાન જે ૧૨ એકર જમીન ની માંગણી કરાઇ છે. તેમાંથી ૨ાા થી ૩ એકર  જમીનમાં બે જેટલા ખેતી વિષયક દબાણો હોવાનુ બહાર આવ્યુ હતુ.

આ પછી કલેકટરને આ દબાણો - પીપીપી યોજના તળે લીટીગેશન સહિતની બાબતો સાથે જમીનનો કબજો સોંપવા અભિપ્રાય કરાયો હતો.

આ પછી કલેકટરે નિર્ણય લઇ અટલ સરોવરની બાજુની ૧૨ એકર જમીનનો કબજો લોકોના આનંદ પ્રમોદ  અને મનોરંજન માટે બાગ-બગીચા વિગેરે હેતુમાંથી પીપીપી યોજના તળે લીટીગેશન તથા ખેતી વિષયક દબાણો મહાનગરપાલીકાએ દૂર કરવાની શરતે કોર્પોરેશનને જમીન સોંપવા પરવાનગી આપતો હુકમ કર્યો છે.

(3:50 pm IST)