Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

જબરો બંદોબસ્ત...

વીતી રહેલા વર્ષને બાય-બાય કરી નવા વર્ષના વધામણા કરવા માટે શહેરમાં ઠેકઠેકાણે ડાન્સ-ડીજે-ડીનરના આયોજનો થયા હતાં. ઉત્સવપ્રિય રાજકોટીયન્સ થર્ટી ફર્સ્ટ નાઇટની શાંતિપૂર્વક ઉજવણી કરી શકે એ માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની અને ડીસીપી મનોહરસિંહ જાડેજાએ આગોતરૂ આયોજન કરી ચુસ્ત બંદોબસ્તની સ્કીમ બનાવી હતી. તે મુજબ શહેરભરમાં જ્યાં જ્યાં ડાન્સ-ડીજેના આયોજનો હતા એ સ્થળો પર તેમજ રેસકોર્ષ રીંગરોડ, કાલાવડ રોડ, કેકેવી ચોક, યાજ્ઞિક રોડ સહિતના મુખ્ય માર્ગ, ચાર રસ્તાઓ પર પોલીસે સતત બંદોબસ્ત જાળવ્યો હતો અને તમામ પોલીસ મથકના ઇન્ચાર્જ અને તેની ટીમોએ સતત પેટ્રોલીંગ ચાલુ રાખ્યું હતું. ડીસીપી મનોહરસિંહ જાડેજા પોતે પેટ્રોલીંગમાં નીકળ્યા હતાં. સાથે ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમો પણ સામેલ થઇ હતી. પોલીસનો કડક બંદોબસ્ત કામ કરી ગયો હતો અને છમકલા વગર ૩૧મી ડિસેમ્બરની ઉજવણી થઇ હતી. તસ્વીરમાં કેકેવી ચોક ખાતે પોલીસનો કાફલો, વાહન ચાલકોનું બ્રેથએનલાઇઝરથી ચેકીંગ, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, સાથે પીઆઇ એચ. એમ. ગઢવી, પીઆઇ આર.વાય. રાવલ અને ટીમો તથા વાહનોનું ચેકીંગ થઇ રહ્યું છે તે દ્રશ્યો દેખાય છે. અમુક બાબુડીયાઓ લાયસન્સ વગર નીકળ્યા હોઇ તેને ઉઠબેસ કરાવી કાયદાનું પાલન કરવા સમજ અપાઇ હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:45 pm IST)