Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

લોધીકામાં શ્રી વેલાબાપાના સ્થાનકે રવિવારે મહાપૂજા- નવચંડી યજ્ઞ- બટુકભોજન

લોહાણા સમાજના કારીયા પરિવારના સ્થાનકને ૨૦૫ વર્ષ પૂર્ણઃ સોમવારે લોધીકા ગામની શાળાઓના બાળકો માટે મહાપ્રસાદ

રાજકોટ,તા.૧: રાજકોટ જીલ્લાના લોધીકા ખાતે આવેલ લોહાણા સમાજના સુરાપુરા શ્રી વેલાબાપાના દેવસ્થાને ૨૦૫ વર્ષ પુરા થતાં સમાજના આગેવાનો દ્વારા ભવ્ય ઉજવણી કરવાનું સમસ્ત કારીયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

લોહાણા સમાજના કારીયા પરિવારની યાદીમાં જણાવ્યાનુસાર શ્રી વેલાબાપા દેવસ્થાન તથા જે પરિવારના કુળદેવી હરસિધ્ધિ માતાજી (ગાંધવી) પોરબંદર છે તે કુટુંબના જે સભ્યો દેશ- વિદેશ કે રાજયમા઼ રહેતા હોય તેઓને સુરાપુરા શ્રી વેલાબાપાની ૨૦૫મી જયંતિ આગામી તા.૫ જાન્યુઆરીને રવિવારના રોજ ઉજવવાનું નકકી કર્યું છે.

આ શુભ પ્રસંગે મહાપુજા, નવચંડી યજ્ઞ, બટુકભોજન સહીતના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કારીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં તા.૫ના રોજ મહાપુજા સવારના ૮:૩૦ થી ૯ વાગ્યા સુધી, સ્થાપના- પુજનનો સમય સવારે ૯ થી ૯:૩૦, નવચંડી યજ્ઞ સવારના ૯:૩૦ કલાકે, બીડુ હોમવાનો સમય બપોરના ૧:૩૦ કલાકે, મહાપ્રસાદ બપોરના ૨ કલાકે તથા બટુક ભોજન તા.૬ને સોમવારના રોજ સવારના ૧૦ થી ૧ વાગ્યા સુધી યોજવામાં આવશે. જેમાં લોધીકા ગામની તમામ શાળાઓમાં અંદાજે એક હજાર જેટલા બાળકોને પ્રસાદ આપવામાં આવશે.

લોધીકા ખાતે આવેલ શ્રી વેલાબાપાના સ્થાનકના ગામ લોકોને અનેક પરચાઓ છે, જેમાં બાપાની માનતા રાખનાર લોકોને શરદી, ઉધરસ, તાવ, નાની મોટી બીમારીઓમાં સ્થાનકે રોટલો અને ડુંગળી ધરવાથી લોકોને ઘણા દર્દમાંથી છુટકારો મળ્યો છે, જયારે ઝવેરચંદ મેઘાણીના 'બોલતી ખાંભી' પુસ્તકમાં શ્રી વેલાબાપાના સ્થાનકના અનેક પરચાઓનું વર્ણન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમની વિશેષ જાણકારી માટે કારીયા પરિવારના કુટુંબીજનોએ તા.૪ને શનિવાર સુધીમાં સ્થાનકના ટ્રસ્ટીઓ (૧) હસુભાઈ કારીયા- રાજકોટના મો.૯૮૨૫૧ ૮૯૨૯૪, (૨) ભરતભાઈ કારીયા ગોંડલ- મો.૯૪૨૭૯ ૬૫૬૬૭, (૩) વિરેન્દ્રભાઈ કારીયા- રાજકોટ મો.૯૯૭૯૩ ૦૦૨૩૩, (૪) કિરણભાઈ કારીયા- રાજકોટ મો.૯૪૨૮૨ ૯૯૯૧૮નો સંપર્ક કરવા જણાવાયું છે.(તસ્વીરઃસંદીપ બગથરીયા)

(3:43 pm IST)