Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

નવા રેશનકાર્ડ કઢાવવા અરજદારોને ભારે તકલીફ પડે છેઃ DSOને રજુઆત

રાજકોટ,તા.૧: રાજકોટ શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે DSOને આવેદન પાઠવી અરજદારોને નવા રેશનકાર્ડ કઢવા માટે પડતી તકલીફ દુર કરવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ છે કે નવા રેશન કાર્ડ કાઢવા માટે અરજદારોને ખુબ જ તકલીફો પડે છે. આ અરજદારોએ રજુઆતો કરેલ છે. નવા રેશન કાર્ડ કાઢવા માટે નામ કમી કરવા માટે દાખલા આપવામાં આવે છે. જેમાં મેન્યુઅલ દાખલા આપવામાં આવે છે.જે કોમ્પ્યુટરમાં ઓનલાઇન બનાવતા નથી. જેના કારણે અરજદારોને ધક્કા ખાવા પડે છે. આપ તેમની તકલીફોની ધ્યાનમાં રાખીને નવા રેશન કાર્ડ કાઢવા માટેની પધ્ધતિ સરળ બનાવા માટે યોગ્ય હુકમ કરશો. તેવી માંગણી છે.

(3:43 pm IST)