Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

ગોંડલ રોડ માનસતા ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

વિશાલ, ભગીરથસિંહ, નરેશ ઉર્ફે લાલો અને સામતની ધરપકડ

રાજકોટ તા ૦૧  : ગોંડલ રોડ પર માનસતા ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં માલવીયાનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ માલવીયા નગર પોલીસ મથકના પી.આઇ. એન.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. ચંપાવત, હેડ કોન્સ. ડી.જે. જાડેજા, ભાવેશભાઇ, દેવાભાઇ, હરપાલસિંહ, તથા ભાવેનભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ગોંડલ રોડ પર માનસતા ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં બાપા સીતારામની મઢુલી પાસેદરોડો પાડી જાહેરમાં જુગાર રમતા વિશાલ ભાનુભાઇ ખીમાણીયા, (ઉ.વ.૨૪), ન્યુ ૮૦ ફૂટ રોડ, રાધાકૃષ્ણ નગર શેરી નં.ર ના ભગીરથસિંહ નાથુભા વાઘેલા (ઉ.વ.૩૦), ગોંડલ રોડ કલ્યાણનગર શેરી નં.૨ ના નરેશ ઉર્ફે લાલો મનસુખભાઇ રાઠોડ (ઉ.વ.૩૨), અને ગોંડલ રોડ માનસતા આર.એમ.સી. કવાર્ટર બ્લોક નં.૧૬, કવાર્ટર નં. ૯૧૭ ના સામત દેવજીભાઇ જાદવ (ઉ.વ.૪૦) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:41 pm IST)