Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

જે.સી.આઇ. રાજકોટ સિલ્વર નો ૩૭મો શપથ ગ્રહણ સમારંભ સંપન્ન

પ્રમુખ તરીકે મેઘા ચાવડા : ઉપપ્રમુખ તરીકે પ્રશાંત સોલંકી, હરીકૃષ્ણ ચાવડા, પ્રતિક દુદકીયા, કમલ દક્ષ, રાજકુમાર પાટડીયાની વરણી

રાજકોટ : 'જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ – ઇન્ડિયા' ના સ્થાનિક એકમ તરીકે ૧૯૮૪ થી કાર્યરત જે. સી. આઇ. રાજકોટ સિલ્વર દ્વારા સભ્યો માટે તેમજ અન્ય યુવાન – યુવતીઓ માટે પ્રતિ વર્ષ કલાસરૂમ અને પ્રોજેકટ્સના માધ્યમથી 'સોફ્ટ સ્કીલ ડેવલપમેન્ટ'ના કાર્યક્રમો આયોજિત થાય છે. સમાજ અને રાષ્ટ્ર વિકાસ માટેના કાર્યક્રમો યોજવામાં આવે છે. તાજેતરમાં નીલ સિટી રિસોર્ટ ખાતે જે. સી. આઈ રાજકોટ સિલ્વરની વર્ષ ૨૦૧૯ ની સમાપ્તિ અને વર્ષ ૨૦૨૦ નો શપથ ગ્રહણ સમારંભ યોજવામાં આવેલ. ૨૦૧૯ ના પ્રમુખ જેસી નુરૂદ્દીન સાદીકોટે સમગ્ર વર્ષ દર્મિયાન કામગીરીનો રિપોર્ટ રજુ કર્યો અને ૨૦૧૯ ટીમને આકર્ષક ભેટથી સન્માનિત કર્યા હતા. આગામી વર્ષ ૨૦૨૦ માટે ટીમનું ચયન થતા સંસ્થામાં ત્રીજી વાર એક મહિલા જે. સી. મેઘા ચાવડાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ. આ સંસ્થામાં પેહલા મહિલા પ્રમુખ તરીકે પૂર્વ મેયર સંધ્યાબેન વ્યાસ રહી ચુકયા છે. બીજા મહિલા પ્રમુખ કામનાથ મૃદ્રાલય પ્રા.લી. ના ડાઇરેકટર અને પ્રખ્યાત ટ્રેનર જેસી ધરતી રાઠોડ રહી ચુકેલા છે. આ કાર્યક્રમમાં વર્ષ ૨૦૨૦ ના પ્રમુખ જેસી મેઘા ચાવડા શપથગ્રહણ કર્યા હતા. તેમણે આગામી વર્ષ ૨૦૨૦ નું વિઝન, મિશન અને કયા કર્યો અને પ્રોજેકટ્સ કરશે તેની માહિતી આપી હતી. આ સમારંભમાં જેસી પ્રશાંત સોલંકી, જેસી હરિકૃષ્ણ ચાવડા, જેસી પ્રતિક દુદકીયા, જેસી કમલ દક્ષની અને જેસી રાજકુમાર પાટડીયા ઉપપ્રમુખ તરીકે હોદ્દો સંભાળેલ હતો. સેક્રેટરી તરીકે જેસી પ્રીતિ દુદકીયા, જોઇન્ટ સેક્રેટરી તરીકે જેસી યુસુફ શામ, ખજાનચી તરીકે જેસી જિગ્નેશ ગોવાની, મહીલા પાંખના વડા તરીકે જેસીરેટ હેતવી આહ્યા તેમજ પબ્લિક રિલેશન ઓફિસર તરીકે જેસી હીના નર્સિયનની શપથવિધિ કરવામાં આવી હતી. ડિરેકટર્સ તરીકે જેસી ધવલ મેહતા, જેસી ડિંપુલ દુદકીયા, જેસી હુસૈન વખારીયા, જેસી મિતુલ મેહતા તેમજ જેસી રવિ પોપટની વરણી થઈ હતી. આ ઉપરાંત એડિટર જેસી દીપેન કોટેચા અને સબ- એડિટર જેસી વિરલ ઝાટકીયાની વરણી થઈ હતી અને સર્વે ટીમ ૨૦૨૦ એ શપથગ્રહણ કર્યા હતા. તમામ હોદ્દેદારોને ઝોન ૭ ના વાઇસ પ્રેસસિેન્ટ ડો. જેસી હીરેન મેહતા દ્વારા શપથ લેવડાવવામાં આવેલ. આ તકે મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ સ્થિત સમગ્ર ગુજરાત ઝોન ૭ ના પ્રમુખ જેસી દર્શન મેહતા ખાસ ઉપસ્થિત રહેલ હતા. આ ઉપરાંત જેતપુરથી ખાસ પધારેલ ઝોન ૭ ના ૨૦૧૫ ઝોન પ્રમુખ જેસી રાજીવ મકવાણા, ભુતપૂર્વ ઝોન વાઇસ પ્રેસિેડેન્ટ જેસી નલીન પટેલ અને ભુતપૂર્વ ઝોન ઓફિસર જેસી ઉમાકાન્ત જોશીએ પણ અતિથી વિશેષ તરીકે સમારંભમાં હાજરી આપેલ હતી. ઝોન ૭ ના પ્રમુખ જેસી દર્શન મેહતાએ તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં નેતૃત્વ લેવા અંગે તેમજ તેને આનુગિક ઉભી થતી પરિસ્થિતિઓ અને તેના નિવેડા અંગે મોટીવેશનલ વકતા તરીકે અને કિસ્સાઓ ટાંકીને નવા હોદ્દેદારોને ઉપયોગી માર્ગદર્શન પૂરં પાડેલ હતું. આ કાર્યક્રમમાં જે.સી.આઈ રાજકોટ સિલ્વર હેઠળ ૨ નવી પાંખ રાજકોટમાં જે.સી.આઈ રાજકોટ મહારાજા અને મોરબીમાં જે.સી.આઇ મોરબી આર્યનની જાહેરાત કરાઇ હતી. આ બંને સંસ્થા જે.સી.આઈ રાજકોટ સિલ્વરના નેતૃત્વ હેઠળ કાર્યરત કરશે. વર્ષ ૨૦૨૦ માટે સંસ્થામાં મર્યાદિત સંખ્યામાં સભ્યો બનાવવાનું ચાલુ હોય સભ્ય થવા ઈચ્છુક ૧૮ થી ૪૦ વર્ષના યુવક યુવતીઓએ જેસી મેઘા ચાવડા (૭૪૦૫૧ ૮૮૯૩૯), જેસી પ્રીતિ દુદકીયા (૮૯૮૦૮ ૬૭૪૬૭) અથવા જેસી રાજકુમાર પાટડીયા (૯૮૭૯૬૬૮૯૩૧) નો સંપર્ક કરવા  પી.આર.ઓ. જેસી હીના નર્સિયનની યાદીમાં જણાવાયુ છે.

(3:40 pm IST)