Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

આદિત્ય સ્કુલમાં 'બાયબાય ૨૦૧૯ વેલકમ ૨૦૨૦'

તજસ્વીતા પુરવાર કરનાર વિદ્યાર્થી ભાઇ બહેનોનું સન્માન

રાજકોટ : રૈયા રોડ ફાટક પાસે આવેલ આદિત્ય પ્રાયમરી સ્કુલમાં વિતેલા ૨૦૧૯ ને વિદાય આપવા અને નવા વર્ષ ૨૦૨૦ ને અવકારવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ તકે ચિત્રકલામાં રાજયકક્ષાએ ઝળકેલા ધારા પૂન ધારા ગજેન્દ્રભાઇ ધો.પ અને ડોંડા હિરેન ગંગદાસભાઇ ધો.૮ ને તેમજ સ્થાનીક લેવલે શ્રેષ્ઠ દેખાવ કરનારને પણ મેયર બીનાબેન આચાર્ય, મુસ્લિમ અગ્રણી આમદભાઇ જીંદાણી, મહીલા ધારાશાસ્ત્રી અલ્પાબેન માકડીયાના હસ્તે સન્માનીત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા સ્ટાફના રીનાબેન ક્રિશ્ચયન, હેતલબેન ગોરડીયા, ખ્યાતિબેન બોરીચાએ કર્યુ હતુ. સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રવિણાબા જાડેજા, ભાવિશાબેન બાટવીયા, રીમાબેન સાકરીયા, રક્ષાબેન પરમાર, તૃષાબેન જોષી અને શિક્ષિકા બહેનોએ જહેમત ઉઠાવી હતી.

(3:40 pm IST)