Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

કણસાગરા કોલેજની છાત્રાઓ દ્વારા ઘંટેશ્વરમાં કેમ્પ

રાજકોટઃ ઘંટેશ્વર ખાતે કણસાગરા કોલેજની સમાજકાર્ય વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા ૧૮૧ અભયમ હેલ્પલાઇનની જાગૃતતા ફેલાવવા બાબતનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેનો મુખ્ય હેતુ ગામની મહિલાઓને પોતાની સેફટી અંગે જાગૃત કરવાનો હતો કાર્યક્રમમાં ગામની ૩૦ જેટલી મહિલાઓએ લાભ લીધો મહિલા હેલ્પલાઇન ૧૮૧ ની સંપૂર્ણ માહિતીથી માહિતગાર થયા કાર્યક્રમમાં ઉપસ્થિત કાઉન્સીલર રૂચિતાબહેન મકવાણા, કણસાગરા મહિલા કોલેજના પ્રિન્સીપાલ આર.આર. કાલરિયા, સમાજકાર્ય વિભાગના અધ્યક્ષ કોમલબહેન કપાસી, ફિલ્ડ ઓફીસર પરેસભાઇ સરસિયા અને ઘંટેશ્વર ગ્રામ સરપંચ રઘુવીરસિંહ જાડેજા, તલાટી મંત્રી રાજભાઇ જુણેજાના સાથ સહકારથી સફળ બન્યો ઉપરોકત તમામના માર્ગદર્શન હેઠળ કણસાગરા કોલેજની સમાજ કાર્યની વિદ્યાર્થીઓ દ્વારા સમાજની મહિલાઓના રક્ષણ માટે જાગૃતતા ફેલાવવાનું કાર્ય કર્યું.

(3:39 pm IST)