Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

રેશન કાર્ડ પ્રશ્ને રજુઆત

તાજેતરમાં નિયુંકત થયેલ જીલ્લા પુરવઠા અધિકારીશ્રી પુજાબા વાળા સમક્ષ શિવશકિત મહીલા મંડળ તથા કાઉન્સીલ ફોર પીપ્લસ રાઇટ્સ, જીલ્લા કન્વીનર પ્રવીણભાઇ લાખાણી, સોની સમાજના યુવા અગ્રણ્ય રાજુભાઇ લોઢીયા, મહિલા અગ્રણીય ક્ષત્રિય સમાજના હિનાબા જેઠવા તથા  સરલાબેન પાટણીયા, કોંગ્રેસ વોર્ડ મહિલા તથા રઘુવંશી મહિલા શર્મિષ્ઠા દાવડા, જયોતિબેન માઢક, મીનાબેન મકવાણા, ધમીષ્ઠાબા ઝાલા, લીલાધરભાઇ સીનીયર સીટીઝન ગ્રુપ વિગેરેનું પ્રતિનીધી મંડળ દ્વારા રાજકોટ પુરવઠા વિભાગના જુદા જુદા ઝોનલોમાં આમ જનતાને નવા બારકોડના રેશનકાર્ડ મેળવવામાં પડતી મુશ્કેલીઓ અને સંકલન નો અભાવના કારણે માનવ રોજગારી ગુમાવવી પડતી હોય વિ. રજુઆત કરેલી. તંત્રએ  યોગ્ય કાર્યવાહી કરવા ખાત્રી અપાઇ છે.

(3:38 pm IST)