Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

પાયોનિયરની ખ્યાતિ મેળવી જનાર બાબી'સ જીમનો ૩૮ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : શરીરમાં ઉદ્દભવતા અનેક રોગોનું નિરાકરણ લાવવા શરીર સૌષ્ઠવનો ખ્યાલ રાખવો પણ એટલો જ જરૂરી બની રહે છે. તે વાતને કેન્દ્રમાં રાખી પધ્ધતિસરની વિવિધ એકસરસાઇઝ માટે અહીંના રેસકોર્ષ રીંગ રોડ પર શરૂ કરવામાં આવેલ રાજકોટના બાબી'સ જીમે ૩૮ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. આજે તો વિસ્તારવાઇઝ જીમ શરૂ થઇ ચુકયા છે. પરંતુ આ જીમની શરૂઆત કરવાનો શ્રેય બાબી'સ જીમના મુશ્તાકઅલીખાનજી બાબીને મળે છે. ત્રણ દાયકા પૂર્વે તેમણે શરૂ કરેલ આ જીમ હાલ અત્યાધુનિકતા સાથે પણ કદમ મિલાવી રહ્યુ છે. એકદમ લેઇટેસ્ટ સીસ્ટમ અહીં વિકસાવવામાં આવી છે. જાણીતા તબીબો અને તજજ્ઞોના અભિપ્રાયનો લાભ જીમમાં આવનાર સભ્યોને મળે છે. પધ્ધતિસરનું સ્વાસ્થ્યલક્ષી માર્ગદર્શન અપાય છે. વધુ માહીતી માટે બાબી'સ જીમ, આવીષ્કાર ફલેટ સેલર, રેસકોર્ષ રીંગરોડ ખાતે રૂબરૂ અથવા મો.૯૮૭૯૮ ૭૨૮૫૯ ઉપર સંપર્ક કરી શકાય છે.

(3:33 pm IST)