Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

ઠંડીના ધ્રુજારામાં રોગચાળાનો કહેરઃ શરદી-ઉધરસ-ઝાડા-ઉલ્ટીના ૭૦૦ કેસ

છેલ્લા અઠવાડીયામાં ડેન્ગ્યુના ૭ દર્દી નોંધાયાઃ બે હજાર ઘરોમાં ફોગીંગ કરાયુ

રાજકોટ તા.૧:  છેલ્લા ત્રણ-ચાર દિવસથી શહેરમાં ઠંડીનું જોર વધી રહ્યુ છે. ત્યારે છેલ્લા એક અઠવાડીયામાં શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળો યથાવત જોવા મળી રહ્યો છે.

મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબમ્યુ. કોર્પોરેશનનાં ચોપડે છેલ્લા અઠવાડીયામાં  શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી સહિતના ૭૦૦ થી વધુ દર્દીઓ નોંધાયા છે અને ડેન્ગ્યુના  ૭ કેસ નોંધાયા છે.

મનપાની આરોગ્ય શાખામાં છેલ્લા અઠવાડીયામાં સામાન્ય શરદી ઉધરસ તાવના કેસ ૩૯૨, ઝાડા-ઉલ્ટીના ૩૧૨, ટાઇફોઇડ તાવના ૫, ડેન્ગ્યુના ૭ તથા મરડાનાં ૧૧, અન્ય તાવના કેસ ૨૬ સહિત કુલ ૮૦૦ થી વધુ કેસ નોંધાયા છે.

૨ હજાર ઘરોમાં ફોગીગ

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મેલેરિયા વિભાગ દ્વારા ૨૩,૮૩૧ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. ૧,૮૮૬ ઘરોમાં ફોગીંગ કરાયું હોય. મચ્છર ઉત્પત્તી સબબ ૭૪ ને નોટીસ ફટકારવામાં આવી હતી.

૪૫ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

ખોરાકજન્ય રોગચાળો અટકાયત માટે એક સપ્તાહમાં ફૂડ શાખા દ્વારા ૫૩-રેકડી, ૩૩-દુકાન, ૬-હોટલ-રેસ્ટોરન્ટ, ૨૧-ડેરી ફાર્મ, ૩૩-બેકરી સહિત કુલ ૧૬૦ ખાનીપીણીના ધંધાર્થીઓને ત્થા ચેકીંગ કરી ૪૫ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. ખાદ્ય પદાર્થોના પ-નમુના લેવામાં આવ્યા હતા. ૩૯  ખાણીપીણીના ધંધાર્થીઓને નોટીસ ફટકારવામાં આવી છે.

(3:29 pm IST)