Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

ગુન્હાખોરી પર રાજકોટ જીલ્લા પોલીસનો અંકુશ ર૦૧૯ના વર્ષમાં ર૧પ ગુન્હાઓનો ઘટાડો થયો

ર૦૧૮ની સરખામણીએ ર૦૧૯માં દારૂના ૭૪૯ અને જુગારના ૮૭ વધુ કેસો શોધી કઢાયાઃ નારકોટીકસના ૧૪ અને ગેરકાયદે ૧૪ હથીયારો ઝડપી લેવાયાઃ એસપી બલરામ મીણા તથા ટીમની ઉમદા કામગીરી

રાજકોટ, તા., ૧:  રાજકોટ જીલ્લામાં ગુન્હાખોરી પર પોલીસે અંકુશ મેળવ્યો હોય તેમ ર૦૧૮ના વર્ષ કરતા ર૦૧૯ના વર્ષમાં ર૧પ ગુન્હાઓનો ઘટાડો એટલે કે ૧પ ટકા ગુન્હાઓનો ઘટાડો નોંધાયો હોવાનું રૂરલ એસપી બલરામ મીણાએ જણાવ્યું હતું.

એસપી બલરામ મીણાએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ને ર૦૧૮માં ૧૪ર૯ ગુનાઓ નોંધાયેલ હતા. જયારે વર્ષ ર૦૧૯માં ૧ર૧૪ ગુનાઓ નોંધાયેલ હતા. આમ વર્ષ (ર૧પ) ગુનાનો ઘટાડો થયેલ છે. આ ઘટાડો૧પ.૦૪ ટકા જેટલો રહેલ છે. આમ ચાલુ વર્ષે ગુનાઓ અંકુશ હેઠળ રહેલ છે. હેડવાઇઝ જોતા ચાલુ વર્ષે ગંભીર એવા ખુન-ખુનની કોશીષ, ધાડ, લુંટ, ઘરફોડ ચોરી, ચોરીઓ, રાયોટ, અપહરણ, બળાત્કાર, ફેટલ વાહન અકસ્માત જેવા ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયેલ છે.

 તેમજ દારૂની બદી નાબુદ કરવા માટે ખાનગી બાતમીદારોથી હકીકત મેળવી આવા વધુને વધુ કેસો શોધી કાઢવા પોલીસએ સતત પ્રયાસો કરવાના પરીણામે વર્ષ ર૦૧૯ના વર્ષમાં ૬પ૧૧ કેસો શોધવામાં આવેલ છે. જેને ગત વર્ષ ર૦૧૮માં શોધાયેલ પ૭૬ર કેસો સાથે સરખાવતા (૭૪૯) કેસો વધુ શોધાયેલ છે. આમ આવા કેસો શોધવામાં ૧ર.૯૯ ટકાનો વધારો થયેલ છે અને ચાલુ વર્ષ પ,૪પ,૩૧,ર૦૦ નો પ્રોહી.નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

જયારે જુગારની પ્રવૃતી અટકાવવા માટે ખાનગી બાતમીદારોથી હકિકત મેળવી આવી અસામાજીક પ્રવૃતિ સદંતર બંધ કરાવવા અવીરત પ્રયાસો ચાલુ રાખવામાં આવેલ છે. જેના પરીણામે સને ૨૦૧૯ના વર્ષમાં ૮૩૧ કેસો શોધાયેલ જેને ગત વર્ષમાં શોધાયેલ ૭૪૪ કેસો સાથે સરખાવતા (૮૭)કેસો વધુ સોધાયેલ છે અને જુગારના કેસોમા કુલ રૂ.૨,૨૪,૬૩,૩૫૮નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

તેમજ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં સને ૨૦૧૯ના વર્ષમાં નારકોટીકસના ૧૪ કેસો શોધવામાં આવેલ છે. જેમા અફીણ પ૨૨ કિલો ગ્રામ કિ.૨,૬૧,૦૦૦ ગાંજો ૬૩ કિલો ૫૬ ગ્રામ કિ.રૂ.૩,૬૫,૦૧૫ મળી કુલ રૂ.૬,૨૬,૦૧૫ નો મુદામાલ કબ્જે કરેલ છે તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં સને ૨૦૧૯ના વર્ષમાં ગેરકાયદેસર હથીયાર અંગેના કુલ-૧૧ ગુનાઓ નોધી ગેરકાયદેસર હથીયારમાં પીસ્તોલ-૫, રીવોલ્વર-૧, તમંચા-૩, એમ મળી કુલ રૂ.૯૨૦૦૦ના ગેરકાયદેસર હથીયારો પકડી પાડેલ છે.

રાજકોટ ગ્રામ્ય પોલીસે ગુમ થયેલ અંદાજે ૧૬ લાખના ૧૧૧ મોબાઇલ ફોન મુળ માલિકોને પરત કર્યા હોવાનું અંતમાં એસ.પી.બલરામ મીણાએ જણાવ્યું હતું.

(1:24 pm IST)