Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

રાજકોટની પંચમ એન્જીનીયરીંગ વર્કસને માલ પેટેની રૂ.૩૫,૭૦,૦૬૨ વ્યાજ સાથે ચુકવવા પંજાબની પી.સી.ઉદ્યોગને હુકમ

વાદીએ લીગલ નોટીસ મોકલી'તી પણ પ્રતિવાદીએ રકમ ન ચુકવતા કોર્ટમાં કેસ દાખલ કરેલો

રાજકોટ,તા.૧: રાજકોટની ડિઝલ એન્જીન કોમ્પોનેન્ટ ફલાયવીલ બનાવતી પંચમ એન્જીનીયરીંગ વર્કસ દ્વારા પંજાબના ફગવારા સ્થીત ભાગીદારી પેઢી પી.સી.ઉદ્યોગ તથા તેના ભાગીદારો સામે રાજકોટના એડીશ્નલ સીવીલ સીનીયર જજ શ્રીની કોર્ટમાં કુલ રકમ રૂ.૩૫,૭૦,૦૬૨ વ્યાજ સાથે ચુકવવા મો દાવો કરેલ હતો જે કોર્ટ દ્વારા તો૧૧/૧૨ /૨૦૧૯ના રોજ મંજુર કરવામાં આવેલ અને રકમ રૂ.૩૫,૭૦,૦૬૨ દાખલ તા.૭ ટકાના વ્યાજ સાથે પ્રતીવાદીઓને ચુકવવા હુકમ ફરમાવેલ હતો.

વાદી પંચમ અન્જીનીયરીંગ વર્કસના દાવાની હકીકત એવી છે કે, વાદી ફલાય વીલ્સના ઉત્પાદન કરવાનું કામ કરે છે અને તે ડિઝલ એન્જીંગ ઉત્પાદન માટે અગત્યનો પાર્ટસ છે આ કામના પ્રતીવાદી નં.૧ પી.સી.ઉદ્યોગ ભાગીદારી પેઢી છે અને રાકેશ  કપુર, રોઝી કપુર તથા સીનમ કપુર તેના સક્રીય ભાગીદારો છે વાદી અને પ્રતીવાદી વચ્ચે ૨૦૦૭થી ધંધાકીય સંબંધો સ્થપાયેલા અને કુલ રકમ રૂ.૩૫,૭૦,૦૬૨નો માલ વાદીએ પ્રતીવાદીઓને પુરો પાડેલ હતો. પ્રતીવાદીઓએ માલની કાયદેસરની રકમની ચુકવણીના પાર્ટ પેમેન્ટના લાખ- લાખન બે ચેકો આપેલ જે વાદીએ બેંકમાં રજુ કરતા પરત ફરેલ અને વાદીએ તેમના એડવોકેટ સ્તવન મહેતા મારફત નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ મએક અન્વયે કાયદેસરની ફરીયાદ કરેલ અને કોર્ટમાં કેસ થતા પ્રતીવાદીઓ દ્વારા પેમેન્ટ ચુકવવા પ્રતીવાદીઓ  ઠાગા ઠયા કરવા લાગેલ.

આ કામના વાદીને તેની માલ પેટેની કાયદેસરની લેણી રકમ ન ચુકવતા વાદીએ પ્રતીવાદીને તેના એડવોકેટ મારફત લીગલ નોટીસ મોકલેલ પરંતુ ત્યારબાદ પણ પ્રતીવાદી દ્વારા રકમ ન ચુકવતા જેથી પ્રતીવાદીએ સામે વાદીએ સીવીલ કોર્ટમાં સમરી સ્યુટ દાખલ કરેલ હતો.

વાદીએ  પ્રતીવાદી સામે કોર્ટમા દાવો કરતા પ્રતીવાદીઓ તેમના એડવોકેટ મારફત હાજર થયેલા અને જવાબ રજુ રાખેલ હતો જયારે સામા પક્ષે વાદી દ્વારા તેના સમર્થનમા મૌખીક પુરાવો તથા રીટેઈલ ઈન્વોઈસ, બીલ, પ્રતીવાદીઓ દ્વારા વાદી પાસેથી ખરીદ કરવામાં આવેલ માલનો વહેચાણ એટલે કે એકસપોર્ટ કરવામાં આવેલ માલનો આધાર પુરાવો વિગેરે દસ્તાવેજો રજુ કરવામાં આવેલ.

સીવીલ કોર્ટ દ્વારા પ્રતીવાદીઓને ડીફેન્ટ કરવા માટે રકમ રૂ.૮ લાખ જમા કરાવવાનો હુકમ કરવામા આવેલો પરંતુ પ્રતીવાદીઓ રકમ જમા કરાવેલ નહી જેથી કોર્ટ દ્વારા દિવાની કાર્યસંહીતાની જોગવાઈ અનુસરી તથા રજુ રાખવામાં આવેલ દસ્તાવેજો ધ્યાને લઈ વાદીને રૂ.૩૫,૭૦,૦૬૨ દાખલ તારીખથી ૭ ટકા વ્યાજ સાથે ચુકવવા હુકમ.

આ કામના વાદી પંચમ એન્જીનીયરીંગ વર્કસ વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી સ્તવન મહેતા, રાજન કોટેચા, કૃણાલ કોટેચા, કૃષ્ણ પટેલ  તથા બ્રિજેશ ચૌહાણ રોકાયેલ હતા.

(11:35 am IST)