Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

રાજકોટને વધુ એક એવોર્ડઃ સ્માર્ટ સીટીના પ્રોજેકટની કેન્દ્રમાં પસંદગી

ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડઝ આયોજીત બેસ્ટ સ્માર્ટ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેકટ માટે મ્યુ. કોર્પોરેશનને સ્થાનઃ બિનાબેન -ઉદયભાઇ

રાજકોટ,તા.૩૧: ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડઝ આયોજીત 'બેસ્ટ સ્માર્ટ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેકટ' માટે રાજકોટ મહાનગરપાલિકાની 'રાજકોટ સ્માર્ટ સિટી લિમિટેડ'ના 'ડીસેન્ટ્રલાઇઝડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ' પ્રોજેકટની કેન્દ્રના એક ખાસ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલ છે. તેમજ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ અર્બન એફેર્સ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના ઉપરોકત પ્રોજેકટને 'સર્ટીફીકેટ ઓફ મેરીટ' માટે પસંદ કરવામાં આવેલ છે.તેમજ બિનાબેન આચાર્ય અને ઉદય કાનગડે જણાવ્યું હતું.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાટ યાદીમાં જણાવ્યું હતું. આગામી તા.૧૦જાન્યુઆરીના રોજ નવી દિલ્હી ખાતે યોજાનાર કોન્ફરન્સ કમ એવોર્ડ વિતરણ સમારોહમાં ભારત સરકારના હાઉસીંગ એન્ડ અર્બન એફેર્સ વિભાગના માનનીય મંત્રી હરદીપસિંદ્ય પુરીના વરદ હસ્તે રાજકોટ મહાનગરપાલિકાને આ એવોર્ડ અર્પણ કરવામાં આવનાર છે. આ સમારોહમાં ભાગ લેવા તથા રૂબરૂ એવોર્ડ સ્વીકારવા મેયર બિનાબેન આચાર્યને નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

ભારત સરકારના 'સ્માર્ટ સિટી મિશન'માં પસંદગી પામેલા ૧૦૦ શહેરોમાં વિવિધ પ્રોજેકટ હાથ ધરવામાં આવી રહ્યા છે. જે તે શહેરની ઓથોરીટીને સ્માર્ટ સિટીના પ્રોજેકટસ માટે પ્રોત્સાહન મળી રહે તે આશય સાથે 'સ્માર્ટ સિટી એમ્પાવરિંગ ઇન્ડિયા એવોર્ડ્સ' હેઠળ, શ્રેષ્ઠ પ્રોજેકટ હાથ ધરતા શહેરોને આ એવોર્ડ આપવામાં આવે છે. તેમ અંતમાં મેયર બિનાબેન આચાર્ય તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવેલ છે.

(3:42 pm IST)