Gujarati News

Gujarati News


આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૩૧-૧-ર૦૧૯,ગુરૂવાર
પોષ વદ-૧૧,
ષટ્તિલા એકાદશી (કોપરાં)
વિંછુડો -૧૮-૪૦ સુધી,
અમૃત સિદ્ધિ યોગ-સૂર્યોદયથી
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-મીન
બુધ-મકર
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-ર૮
સૂર્યાસ્ત-૬-૩ર
જૈન નવકારશી-૮-૧૬
ચંદ્ર રાશિ-વૃશ્ચિક (ન,ય)
૧૮-૪૦થી ધન (ભ,ફ,ધ,ઢ)
નક્ષત્ર-જયેષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-ર૭થી શુભ-૮-પ૧ સુધી, ૧૧-૩૭થી ચલ-લાભ-અમૃત-૧પ-૪૭ સુધી, ૧૭-૧૧ થી શુભ-અમૃત-ચલ-ર૧-૪૭ સુધી,
શુભ હોરા
૭-ર૭થી ૮-ર૩ સુધી, ૧૦-૧૪ થી ૧૩-૦૧ સુધી, ૧૩-પ૬થી ૧૪-પર સુધી, ૧૬-૪૩થી ૧૯-૩૮ સુધી,
બ્રહ્માંડના સિતારા
ઘણી વખત યુવક યુવતિઓ ખોટી વ્યકિત સાથે આકર્ષણમાં આવી જાય છે અને અયોગ્ય વ્યકિત સાથે જબરી લાગણીઓમાં અંજાય જાય છે. પરિવારના સભ્યોની જાણ બહાર કોર્ટમાં રજીસ્ટર મેરેજ પણ કરી નાખે છે. અહીં જયોતિષની દૃષ્ટિએ જયારે ચંદ્રની સ્થિતિ શનિ-કે શુક્ર સાથે અથવા સૂર્ય ચંદ્રની સ્થિતી માટે ગ્રહો પોતાનો ભાગ ભજવે છે પણ તેની સાથે સાથે પરિવારના સભ્યોની પણ ભૂલ હોય છે. યુવક યુવતિને પરિવારના સભ્યોને સારી રીતે સમજવા જોઇએ તેમની ભૂલોને સ્વીકારીને ફરીથી આવી ભૂલો ન થાય તે બાબત સમજદારી આપવી જોઇએ. પરિવારમાંથી તેમને પ્રેમ અને સારી સમજણ આપવાથી આવા પ્રશ્નોમાંથી બચી શકાય છે. યુવક યુવતિઓએ પોતે પણ લાંબો વિચાર કરીને આવા નિર્ણયો ન લેતા પોતાની જાતને નબળી ન ગણવી.