Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ર૯ ઓગષ્ટ-ર૦ર૧ રવિવાર
શ્રાવણ વદ-૭
શિતળા-સાતમ-
નેશનલ સ્પોર્ટસ -ડે
ભદ્રા ૧૦-૧૦ સુધી
આદિત્ય પૂજન
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-મેષ
મંગળ-સિંહ
બુધ-કન્યા
ગુરૂ-કુંભ
શુક્ર-કન્યા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર

સૂર્યોદય-૬-ર૯,
સૂર્યાસ્ત-૭-૦૬,
જૈન નવકારશી- ૭-૧૭
ચંદ્ર રાશિ- મેષ (અ.લ.ઇ)
૧૦-ર૧ થી વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર- કૃતિકા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત- ૧ર-રર થી ૧૩-૧ સુધી
૮-૦૪ થી ચલ-લાભ-અમૃત ૧ર-૪૮ સુધી ૧૪-રર થી શુભ-૧પ-પ૬ સુધી
૧૯-૦પ થી શુભ-અમૃત-ચલ
ર૩-રર સુધી
શુભ હોરા
૭-૩૩ થી ૧૦-૪૩ સુધી, ૧૧-૪૭ થી ૧ર-૪૮ સુધી, ૧૪-પ૩ થી ૧૮-૦ર સુધી, ૧૯-૦પ થી ર૦-૦ર સુધી
બ્રહ્માંડના સીતારા
હિન્દુસ્તાનમાં શનિદેવના મંદિર ઘણા જ છે. પોરબંદર પાસે હાથલા પાસે શનિદેવનું મંદિર છે. તેવી જ રીતે મહારાષ્ટ્રમાં અહમદનગર જીલ્લામાં શીંગનાપુર ખાતે પણ શનિદેવની એકદમ ખુલ્લી જગ્યામાં છે અને એક ચબુતરા પર શનિદેવ બિરાજમાન છે. અને કોઇપણ જાતનું બાંધકામ નથી કે છત્ર પણ નથી આ મંદિરનો પણ ખુબ જ પ્રભાવ છે. અહીં કોઇ મકાનમાં દરવાજા નથી અહીં કોઇ દિવસ ચોરી નથી થતી જો કોઇ ચોરી કરવાનો પ્રયાસ કરે તો શનિદેવ તેને આકરી સજા કરે છે. દેશ અને વિશ્વમાં લોકો આ શનિદેવના દર્શન કરવા આવે છે. જરૂરીયાત વાળી વ્યકિતને મદદ કરવી પક્ષીને ચણ નાખવાની કાયમ ઘરે બેઠા પણ શનિદેવની કૃપા મળે છે. રોજ હનુમાનના દર્શન કરવા અને મહેનતને વળગી રહેવું.