Gujarati News

Gujarati News

મંગળવારનું પંચાંગ
તા.૨૭-૮-ર૦૧૯ મંગળવાર
શ્રાવણ વદ-૧૨
અજા એકાદશી (ખારેક-ભાગવત) પર્યુષણ પર્વ પ્રારંભ (પંચમી પક્ષ)
સૂર્યોદય-૬-૨૯,સૂર્યાસ્ત-૭-૦૮
જૈન નવકારશી-૭-૧૭
ચંદ્રરાશિ- મિથુન (ક,છ,ઘ)
૧૯-૪૧થી કર્ક (ડ,હ)
નક્ષત્ર-પુનર્વસુ
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-૩૯થી ચલ-લાભ-અમૃત-૧૪-ર૪ સુધી, ૧પ-પ૮થી શુભ-૧૭-૩૩ સુધી, ર૦-૩૩ થી લાભ-ર૧-પ૮ સુધી, ર૩-ર૪થી શુભ-અમૃત-ર-૧૪ સુધી
શુભ હોરા
૮-૩૬ થી ૧૧-૪પ સુધી, ૧ર-૪૯ થી ૧૩-પર સુધી, ૧પ-પ૮થી ૧૯-૦૮ સુધી, ર૦-૦પ થી ર૧-૦ર સુધી,
બ્રહ્માંડના સિતારા
આજે પર્યુષણ પર્વ શરૂ થાય છે. અહીં જીવનમાં આજથી ધર્મ કરવાના દિવસની શરૂઆત થશે પણ જીવન ધર્મ એટલે શું તેની વ્યાખ્યા સમજવી બહુજ સહેલી છે. કોઇને નુકશાન ન કરવું હંમેશા પોતાના કાર્યોને ઇમાનદારી પૂર્વક વળગી રહેવું અને પોતે જે કાર્ય કરતા હોય તે કાર્ય સમાજને નુકશાન થાય તેવું ન કરવું. દરેક જીવમાં ઇશ્વર સમાયેલ હોય છે. મનુષ્ય અવતાર મળેલો છે તો આપણી પાસે જે કાંઇ સારૂ છે તેને ઉપયોગ લોકોના કલ્યાણ માટે કરવો, જન્મના ગ્રહોમાં જેમની કુંડલીમાં શનિ અને ચંદ્ર એક રાશિમાં હોય અથવા યેન કેન પ્રકારે દૃષ્ટિમાં આવતા હોય તો આવી વ્યકિત ખૂબજ બુદ્ધિશાળી અને ધાર્મિક અથવા સારા વિચારોવાળી હોય છે. રોજ હનુમાનજીના દર્શન કરવા.