Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૨૬-૮-ર૦૧૮ રવિવાર
શ્રાવણ સુદ-પૂનમ, પૂનમ સાંજે પ-ર૬ સુધી રહેશે. પંચક રક્ષાબંધન, અમરનાથ યાત્રા પૂર્ણ, નાળિયેરી પૂનમ-અન્વાધાન, ઋગ્વેદી શ્રાવણી,
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-કુંભ
મંગળ-મકર
બુધ-કર્ક
ગુરૂ-તુલા
શુક્ર-કન્યા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-ર૮, સૂર્યાસ્ત-૭-૦૮
જૈન નવકારશી-૭-૧૬
ચંદ્ર રાશિ-કુંભ (ગ.સ)
નક્ષત્ર-ઘનિષ્ઠા,
કાર્યોનો શુભ સમય
૮-૪૦થી ચલ-લાભ-અમૃત-૧ર-૪૯ સુધી, ૧૪-ર૪ થી શુભ-૧પ-પ૯ સુધી, ૧૯-૦૯થી શુભ-અમૃત-ચલ-ર૩-ર૪ સુધી,
શુભ હોરા
૭-૩રથી ૧૦-૪ર સુધી, ૧૧-૪૬થી ૧ર-૪૯ સુધી, ૧૪-પ૬ થી ૧૮-૦પ સુધી, ૧૯-૦૦થી ર૦-૦પ સુધી,
બ્રહ્માંડના સિતારા
આજે રક્ષાબંધનનો તહેવાર છે. આજના પવિત્ર દિવસે ભાઇ બહેનો પોતાની સાથે કોઇ મતેભદો થયા હોય તો તે ભૂલીને બહેનની રક્ષા માટે ભાઇઓ સંકલ્પ કરે છે. ભાઇ-બહેનોના પવિત્ર સંબંધોમાં કોઇ વહેમ કે અંધશ્રદ્ધામાં ન પડવું. આ મારી બહેન છે આ મારો ભાઇ છે એવું અંદરથી અનુભવ કરવાથી તમારા જીવનમાં ઉત્સાહ વધશે. ભાઇ-બહેનો સાથે કેટલું લેણુ છે તે બાબતને ભૂલી જવાની અહીં એક બીજાને મદદ કરવાની ભાવના રાખવાથી કેટલુ લેણુ છે તે શબ્દને ભૂલી જાય. લેણુ નથી કે લેણુ જોતુ પણ નથી આવું વિચારવું ફકત મદદ કરવાની ઇચ્છા કેળવવી અહીં. જન્મકુંડલીમાં ત્રીજુ સ્થાન અને અગીયારમુ સ્થાન બળવાન હોય તો ભાઇ-બહેનોની સંખ્યા વધુ હોય છે. ગુરૂ કેન્દ્રમાં હોય તો સારા સંસ્કાર હોય છે.