Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨પ-૬-ર૦૧૯ મંગળવાર
જેઠ વદ-૮, કાલાષ્ટમી,
પંચક, સિદ્ધિયોગ-સૂર્યોદયથી
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-મીન
મંગળ-કર્ક
બુધ-કર્ક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-વૃષભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૬,
સૂર્યાસ્ત-૭-૩ર
જૈન નવકારશી-૬-પ૪
ચંદ્ર રાશિ-મીન (દ,ચ,ઝ,થ)
નક્ષત્ર-ઉતરાભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-ર૮થી ચલ-લાભ-અમૃત-૧૪-૩૧ સુધી, ૧૬-૧રથી શુભ-૧૭-પ૩ સુધી, ર૦-પ૩થી લાભ-રર-૧ર સુધી, ર૩-૩૧થી શુભ-અમૃત-ર-૦૯ સુધી,
શુભ હોરા
૮-ર૧થી ૧૧-૪ર સુધી,
૧ર-પ૦થી ૧૩-પ૭ સુધી,
૧૬-૧રથી ૧૯-૩૪ સુધી,
ર૦-ર૬થી ર૧-૧૯સુધી,
બ્રહ્માંડના સિતારા
વહેવારીક અભિગમમાં સમજદારી ખૂબજ જરૂર છે. ઘણા લોકો પોતાની નબળાઇને ઇગોમાં ફેરવી નાખે છે. ઇગો એટલે ધંમડ અથવા ઘમંડમાં કયારેક અંધશ્રદ્ધા પણ હોય છે અથવા ગાડપણ પણ હોઇ શકે છે. વડીલો સાથે કે પોતાના હોય તેની સાથે ઇગો એટલે કે ઘંમંડ ન જ રખાય હું તો એવું કહું છું કે અજાણી વ્યકિત કે આર્થિક નબળી વ્યકિત સાથે પણ સારો વહેવાર રાખવો જોઇએ. જન્મકુંડલીમાં જન્મનો ચંદ્ર અને જન્મનો સૂર્ય કંઇ સ્થિતિમાં છે તે જોવું જોઇએ અને તેની સાથે સાથે પરિવારના વડીલોના સંસ્કાર પણ તેટલા જરૂરી રહે છે કયારેક વડીલોના જીન્સ પણ વારસામાં આવી છે જે માટે પરિવારના સભ્યોનો વહેવાર અને સંસ્કાર પણ જોવા જોઇએ.