Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૩-૮-ર૦ર૦, રવિવાર
ભાદરવા સુદ-પ, ૧૭-૦પ સુધી,
ભારતીય ભાદ્રપદ પ્રારંભ શરૂ,
ઋષિ પંચમી, સંવત્સરી પક્ષ
(પંચમી પક્ષ)રવિયોગ ૧૭-૦૬ થી
સૂર્ય-સિંહ
ચંદ્ર-તુલા
મંગળ-મેષ
બુધ-સિંહ
ગુરૂ-ધન
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-ર૮
સૂર્યાસ્ત-૭-૧૧
જૈન નવકારશી-૭-૧૬
ચંદ્ર રાશિ-તુલા (ર.ત.)
નક્ષત્ર-ચિત્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-ર૪થી ૧૩-૧પ સુધી
૮-૦૩ થી ચલ-લાભ-અમૃત-
૧ર-૪૯ સુધી, ૧૪-રપ થી
શુભ-૧પ-પ૯ સુધી, ૧૯-૧૦થી
શુભ-અમૃત-ચલ-ર૩-રપ સુધી,
શુભ હોરા
૭-૩ર થી ૧૦-૪ર સુધી, ૧૧-૪૬થી ૧ર-૪૯ સુધી, ૧૪-પ૬ થી ૧૮-૦૭ સુધી, ૧૯-૧૦થી ર૦-૦૭ સુધી,
બ્રહ્માંડના સિતારા : -
પ્રગતિ કરવા માટે કુટુંબમાં એક વાકયતા એક મત હોવો જોઇએ. તેવી જ રીતે ધર્મની અંદર પણ એક મત હોવો જોઇએ ગોચરના ગ્રહોમાં જયારે શનિ મકર કે કુંભ રાશિનો હોય અને જો સંસ્થાના હોદેદારોની કુંડલીમાં ધર્મના વડાની કુંડલીમાં સૂર્ય બળવાન હોય તો આવી વ્યકિતઓએ કોઇ પણ કાર્ય હાથ ઉપર લ્યે તો તેમાં સફળતા મલી શકે છે. સમાજમાં એકતા ઉભી કરી શકે છે. જક્કી જીદી વલણ દૂર થઇ શકે છે. ફળાદેશ માટે જન્માક્ષરને ધ્યાનમાં લેવા ઘણા લોકો પોતાના અહંકારને લઇને ઘણુ બધું નુકશાન કરતા હોય છે. જેમાં પેઢી-સંસ્થા કે ધર્મને પણ અસર કર્તા રહે છે. સફળતા માટે દાન કરવું જરૂરીયાત વાળી કોઇ પણ વ્યકિતને મદદ કરવા શ્રદ્ધામાંથી અંધશ્રદ્ધા ઉભી ન થાય તેનું ધ્યાન રાખવું-સોશ્યલ ડીસ્ટન્ટ જાળવવુ ને માસ્ક પહેરવાનું ન ભુલતા.