Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.રર-૧૦-ર૦૧૯,મંગળવાર
આસો વદ-૯(નોમ), પુષ્ય
નક્ષત્રનો યોગ, બપોરે ૪-૩૯ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-કર્ક
મંગળ-કન્યા
બુધ-તુલા
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪૭,
સૂર્યાસ્ત-૬-૧૬,
જૈન નવકારશી-૭-૩પ
ચંદ્રરાશિ- કર્ક(ડ,હ)
નક્ષત્ર-પૃષ્ય
બપોરે ૪-૩૯થી આશ્લેષા
૧૭-૪૧ થી આર્દ્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-૩૯થી ચલ-લાભ-અમૃત-૧૩-પ૮ સુધી, ૧પ-ર૪ થી શુભ-૧૬-પ૦ સુધી, ૧૯-પ૦થી લાભ-ર૧-૪૦ સુધી, રર-પ૮થી શુભ-અમૃત-ચલ-૩-૪૦ સુધી,
શુભ હોરા
૮-૪ર થી ૧૧-૩૪ સુધી,
૧ર-૩ર થી ૧૩-ર૯ સુધી,
૧પ-ર૪ થી ૧૮-૧૬ સુધી,
૧૯-૧૯થી ર૦-ર૧ સુધી
બ્રહ્માંડના સિતારા
દરેક વ્યકિતનો દરેક જગ્યાનો પ્રભાવ હોય છે. જેમ કે કુંટુબમાં કોઇ વ્યકિત હોય ત્યારે તેના ગ્રહો અને પ્રભાવને લઇને કુટુંબમાં ખૂબજ આબાદી રહેતી હોય છે. ઘરમાં રોનક જોવા મલે છે, પણ તે વ્યકિત કોઇ સંસ્થામાં જોડાયેલ હોય કે તે જે જગ્યાએ નોકરી કરતી હોય ત્યાં પણ સારો બીઝનેશન ચાલતો હોય છે, પણ જયારે તે વ્યકિત તે જગ્યા કે સંસ્થા છોડીને જતી રહે છે ત્યારે તે પરિવાર કે સંસ્થાની જાહોજલાલી પણ જતી રહે છે. કયારેક કુટુ઼બમાં દીકરીના જન્મ પછી પરિવારમાં આર્થિક રીતે ખૂબજ સારૂ થતું ગયું હોય પરિવાર ખૂબજ જાહોજલાલીમાં રહેતો હોય છે પણ પછી તે દીકરીના લગ્ન થઇ જાય છે અને ત્યાર પછી દીકરીના મા બાપને ત્યાં આર્થિક રીતે અને સામાજીક રીતે પરિસ્થિતિ નબળી પડી જાય છે. જો કે આ બાબતને લઇને અંધશ્રદ્ધામાં ન પડવું.