Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૨ર-૮-ર૦૧૮ બુધવાર
શ્રાવણ સુદ-૧૧, પવિત્રા પુત્રદા એકાદશી શિંગોડા,
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-ધન
મંગળ-મકર
બુધ-કર્ક
ગુરૂ-તુલા
શુક્ર-કન્યા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-ર૭, સૂર્યાસ્ત-૭-૧ર
જૈન નવકારશી-
ચંદ્ર રાશિ-ધન (ભ,ફ,ઘ,ઢ)
નક્ષત્ર-પૂવાષાઢા
કાર્યોનો શુભ સમય
૬-ર૮થી લાભ-અમૃત-૯-૩૯ સુધી, ૧૧-૧૪ થી શુભ-૧ર-પ૦ સુધી, ૧૬-૦૧થી ચલ-લાભ-૧૯-૧ર સુધી,
શુભ હોરા
૬-ર૮ થી ૮-૩૪ સુધી, ૯-૩૯થી ૧૦-૪૩ સુધી, ૧ર-પ૦થી ૧૬-૦૧ સુધી ૧૭-૦પ થી ૧૮-૦૯ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો ચંદ્ર રાહુ એકજ રાશિમાં હોય તો આવી વ્યકિત ખૂબજ ચાલાક અને સ્વાર્થી હોય છે. કયારેક મંદ બુદ્ધિની પણ હોય છે. જેનો આધાર જન્મકુંડલીના બીજા ગ્રહો ઉપરથી લઇ શકાય છે. જો ચંદ રાહુ ઉપર ગુરૂની દૃષ્ટિ હોય તો આવી વ્યકિત ખૂબજ ક્રોધી હોય છે અને ખૂબજ મહતવકાંક્ષાઓ રાખે છે. પૈસા પાછળ દોડે છે જયાં પણ લોકો મલે ત્યાંથી પૈસા લઇ લ્યે છે આવી વ્યકિત જો પકડાઇ જાય તો પણ સીફતથી ખોટુ બોલીને છુટી જાય છે. વાત વાતમાં ખોટા સોગંદ ખાઇ શકે છે અને ખોટી વાત એવી રીતે રજુ કરે કે તમોને એમજ લાગે કે તેની વાત ખૂબજ સાચી છે આવી વ્યકિતઓથી સાવધાની રાખવી. મેળાપક બાબત આવી કુંડલીથી દૂર રહેવું.