Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૨૧-૧૦-ર૦૧૯, સોમવાર
આસો વદ-૭,
આઠમનો ક્ષય છે અષ્ટમી -કાલાષ્ટમી, ચોપડા લખવા-વાંચવા કે નોંધવવા માટે
ઉત્તમ સમય સાંજે પ-૩ર થી
સૂર્યોદય-૬-૪૬,સૂર્યાસ્ત-૬-૧૬,
જૈન નવકારશી-૭-૩૪
ચંદ્રરાશિ- મિથુન (ક,છ,ઘ)
૧૧-૪૦થી કર્ક (ડ,હ)
નક્ષત્ર-પુનર્વસુ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪૭ થી અમૃત-૮-૧૩ સુધી,૯-૩૯ થી શુભ-૧૧-૦પ સુધી, ૧૩-પ૮થી ચલ-લાભ-અમૃત-ચલ-૧૯-પ૧ સુધી, રર-પ૮થી લાભ-૦-૩ર સુધી,
શુભ હોરા
૬-૪૭થી ૭-૪૪ સુધી, ૮-૪ર થી
૯-૩૯ સુધી, ૧૧-૩૪ થી ૧૪-ર૭ સુધી, ૧પ-ર૪ થી ૧૬-રર સુધી
બ્રહ્માંડના સિતારા
શું તંત્ર વિદ્યા છે અને તેના માટે શું કરવું જોઇએ તો મારો જવાબ છે કે તંત્ર વિદ્યા ચોક્કસ છે પણ તે કોને શીખવાડવી કે શું કરવુ઼ તે એક ખૂબજ મોટો પ્રશ્ન રહેલ છે. આર્થિક લાભો માટે કે કોઇને તકલીફો આપવા માટે આ વિદ્યાનો ઉપયોગ ન જ કરી શકાય. કયારેક તમોને પણ ખબર નથી હોતી કે કોઇ તમારા ભલા માટે આ વિધાાનો ઉપયોગ કરેે છે તમોને અંધશ્રદ્ધામાં ડુબાડીને કોઇએ મુશ્કેલીમાં મૂકી દીધેલ હોય છે તો પણ તમોને બે સારા શબ્દો જે જે શબ્દોમાં તંત્રની શકિત હોય છે જે તમોને મુશ્કેલીમાંથી બહાર કાઢી શકે છે તે જરૂર નથી કે કોઇ ખર્ચ કરવો કે હોય હવન કરવા કોઇના આશિર્વાદ કે શુભેચ્છારૂપે પણ તમોને કોઇ પોતાની તંત્ર શકિતથી મદદ કરે છે.