Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.ર૦-૯-ર૦ર૧ સોમવાર
શ્રાવણ સુદ-૧પ
વ્રતની પૂનમ -પંચક
ભાદરવી પૂનમ
સન્‍યાસીના ચાતુમાસ પૂર્ણ
ગોમિ રાત્રી વ્રત પૂર્ણ
ભાગવત સપ્તાહ સમાન
મા અંબાજીનો મેળો
માતા-પિતા મહાપિતા મદ શ્રાધ્‍ધ
સૂર્યોદય ૬-૩૬ થી સૂર્યાસ્‍ત ૬-૪પ
જૈન નવકારશી ૭-ર૪
ચંદ્ર રાશિ કુંભ (ગ.સ.)
ર૧-પ૧ થી મીન (દ.ચ.ઝ.ય)
નક્ષત્ર - પૂર્વા ભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૧૬ થી ૧૩-૦૪ સુધી
૬-૩૬ થી અમૃત ૮-૦૭ સુધી
૯-૩૮ થી શુભ ૧૧-૦૯ સુધી
૧૪-૧૧ થી ચલ-લાભ-અમૃત-ચલ-ર૦-૧૩ સુધી
શુભ હોરા
૬-૩૬ થી ૭-૩૭ સુધી ૮-૩૭ થી
૯-૩૮ સુધી ૧૧-૩૯ થી ૧૪-૪૧ સુધી ૧પ-૪ર થી ૧૬-૪૩ સુધી
બ્રહ્માંડના સીતારા
આજે ભાદરવી પૂનમ છે. માતાજીનો ભકતો આજે પોતાની કુળદેવીના દર્શને જશે ઘણા લોકો પૂનમ કરતા હોય છે. એટલે કે વ્રત ઉપવાસ પોતાની આસ્‍થા પ્રમાણે રાખતા હોય છે. ભગવાન શ્રી સત્‍યનારાયણ ની કથા પણ આજે થઇ શકે યથા શકિત દાન પૂન કરવું જરૂરીયાત વાળી વ્‍યકિતને અનાજ-દવા-અપાવી દેવી રોજ સવારે ૧૧ વખત ગાયત્રી મંત્ર બોલવો અને સૂર્ય નમસ્‍કાર કરવા. મા અંબાજીનો કરોડો ભાવીકો દર્શન કરશે અને મા ના આર્શિવાદ લેશે. ગાયને ઘાસ નાખવુ પાંજરા પોળમાં શકિત પ્રમાણે હાથો હાથ દાન કરવું.



ઉનાઃ ખેતરની ફરતે રાખેલ ચાલુ વીજ વાયરને અડી જતા યુવાને જીવ ગુમાવ્‍યો
ઉના તા. ૧૬ :.. તાલુકાનાં ઉગમણા પડા ગામે ખેતરમાં વાયરમાં વિજ પ્રવાહ ચાલુ રાખતા અને એક વ્‍યકિત વીજ વાયરને અડી જતા શોર્ટ લાગવાથી મૃત્‍યુ થયું હતું. મરનારના ભાઇએ બે ખેડૂત સામે તેમના ભાઇનું મૃત્‍યુ નિપજાવ્‍યાની ફરીયાદ નોંધાવી છે.
ઉના તાલુકાનાં ઉગમણા પડા ગામે રહેતા ઘેલુભાઇ બચુભાઇ ઉર્ફે રાજાભાઇ મેઘવાડાએ ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. કે ઉગમણા પડા ગામની સીમમાં આવેલ ખેતરમાં હનુભાઇ વીસાભાઇ ગોહીલ તથા માનભાઇ હનુભાઇ ગોહીલ રે. પાણખાણ તા. ઉના વાળાએ જાણતા હોવા છતાં ખેતરનાં સેઢે વાયરમાં ઇલેકટ્રીક પાવર ચાલુ રાખેલ ખેતરનાં સેઢે નીકળેલ જશુભાઇ બચુભાઇ ઉર્ફે રાજા મેઘાવડા ઉ.૪૦ રે. ઉગમણા પડાવાનો નીકળેલ અને વાયરને અડી જતા શોર્ટ લાગવાથી મૃત્‍યુ પામતાં પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડેલ હતો. બન્ને સામે જાણવા છતાં વાયરમાં વીજ પ્રવાહ ચાલુ રાખતા તેના ભાઇનું મોત થયાની ફરીયાદ નોંધાવતા પોલીસે બન્ને સામે કલમ ૩૦૪ ત્‍થા ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.