Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૦-૮-ર૦૧૯ મંગળવાર
શ્રાવણ વદ-પ, નાગપંચમી,
પંચક રર-ર૮ સુધી,
અમૃત સિદ્ધિયોગ રર-ર૮થી
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-મીન
મંગળ-કર્ક
બુધ-કર્ક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-સિંહ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૨૭,
સૂર્યાસ્ત-૭-૧૪,
જૈન નવકારશી-૭-૧પ,
ચંદ્રરાશિ-મીન (દ,ચ,ઝ,થ)
રર-ર૮થી મેષ (અ,લ,ઇ)
નક્ષત્ર-રેવતી
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-૩૯થી ચલ-લાભ-અમૃત-૧૪-ર૬ સુધી, ૧૬-૦રથી શુભ-૧૭-૩૮ સુધી, ર૦-૩૮થી લાભ-રર-૦ર સુધી, ર૭અર૭થી શુભઅઅમૃત ર-પ૧ સુધી
શુભ હોરા
૮-૩પ થી ૧૧-૪૭ સુધી,
૧ર-પ૧થી ૧૩-પ૪ સુધી,
૧૬-૦ર થી ૧૯-૧૪ સુધી,
ર૦-૧૦ થી ર૧-૦પ સુધી
બ્રહ્માંડના સિતારા
શું તમોને ટી.વી. સ્ટાર બનવામાં રસ છે જો તમારા જન્મકુંડલીમાં જન્મનો ચંદ્ર ખાડાના સ્થાન એટલે કે છઠ્ઠે આઠમે કે બારમા સ્થાનમાં હશે તો જરૂરથી તમો ટી.વી. સ્ટાર કે ફીલ્મ લાઇનમાં જઇ શકો છો હવે બીજી વાત કે અહીં ફળાદેશ બાબત કોઇ એક ગ્રહને ધ્યાનમાં લેવાથી કદાચ ફળાદેશમાં સારૂ પરિણામ ન પણ આવે. અહીં જાહેર જીવનમાં સફળતા મેળવવા માટે સૂર્યનું બળ ખૂબજ સારૂ હોવું જોઇએ અને કોઇ દોરા ધાગામાં સમયનો બગાડ ન કરવો. તમારો પુરૂષાર્થ પણ ખૂબજ જરૂરી છે તેવું કહી શકાય આર્ટ લાઇનમાં ફકત શુક્રને ધ્યાનમાં ન લેવો જોઇએ કેમ કે ચંદ્રનું મહત્વ ખૂબજ વધારે રહેલ છે.