Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૯-૧૦-ર૦૧૯,શનિવાર
આસો વદ-પ, રવિયોગ-પ્રારંભ-૧૭-૪૧ , મંગળનો ઉદય પૂર્વમાં
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-મિથુન
મંગળ-કન્યા
બુધ-તુલા
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪પ,
સૂર્યાસ્ત-૬-૧૮,
જૈન નવકારશી-૭-૩૩
ચંદ્રરાશિ- મિથુન (ક,છ,ઘ)
નક્ષત્ર-મૃગશીર્ષ
૧૭-૪૧ થી આર્દ્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૧ર થી શુભ-૯-૩૯ સુધી, ૧ર-૩ર થી ચલ-લાભ-અમૃત-૧૬-પર સુધી, ૧૮-૧૮થી લાભ-૧૯-પર સુધી, ર૧-રપ થી શુભ-અમૃત-ચલ-ર-૦૬ સુધી,
શુભ હોરા
૭-૪૪ થી ૮-૪૧ સુધી,
૧૦-૩૭થી ૧૩-૩૦ સુધી,
૧૪-ર૮થી ૧પ-રપ સુધી,
૧૭-ર૧ થી ર૦-ર૩ સુધી
બ્રહ્માંડના સિતારા
એક યુવાન વ્યકિત ગ્રેજયુએટ વ્યકિત કે પછી મજૂરી કામ કરતી વ્યકિત ઇમાનદારી પૂર્વક કામ કરે છે અને પોતાની જીંદગીના અમૂલ્ય મહિના કે વર્ષો સુધી મહેનત કરે છે ત્યારે તેમને રોજના બસૌ કે પાંચસો કે પછી હજાર રૂપિયા મલતા હશે જેમાં તેઓએ એક દિવસ એટલે આઠ કલાક કામ કરવું પડે છે, પણ કોઇ જાતની મહેનત વગર જો કમાઉ હોય રોજના બે પાંચ હજાર તેથી પણ વધારે રૂપિયા જોઇતા હોય તો ભગવાનના નામે ધંધો ચાલુ કરી દયો ખોટા જયોતિષ પણ થઇ જાવ થોડું ઘણી જાણીને કોઇને ચક્કરમાં નાખો જન્માક્ષર બતાવવા આવનાર કે કોઇ પ્રશ્ન પૂછવા આવનારને ગ્રહો કે બીજા કોઇ પણ બહાના બતાવીને ભય ઉભો કરો અને વીધીના નામે રૂપિયા બનાવો આવું બધુ સમાજમાં ખૂબજ ચાલે છે જેથી જયોતિષના ચક્કરમાં ન જ પડવું.