Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧પ-૮-ર૦૧૮ બુધવાર
શ્રાવણ સુદ-૬
બુધ પૂજન-નાગપંચમી (દ.ગુજરાત),
સ્વાતંત્ર દિન-જાહેર રજા,
પારસી ગાથા-૪,
રવિ યોગ-૧૬-૧૩ થી શરૂ,
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-કન્યા
મંગળ-મકર
બુધ-કર્ક
ગુરૂ-તુલા
શુક્ર-કન્યા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-રપ, સૂર્યાસ્ત-૭-૧૭
જૈન નવકારશી-૭-૧૩
ચંદ્ર રાશિ-કન્યા (પ.ઠ.ણ)
ર૭-પ૬ થી તુલા (ર,ત)
નક્ષત્ર-હસ્ત
કાર્યોનો શુભ સમય
૬-રપથી લાભ-અમૃત-૯-૩૯ સુધી, ૧૧-૧પથી શુભ-શુભ-૧ર-પર સુધી, ૧૬-૦પથી ચલ-લાભ-૧૯-૧૮ સુધી,
શુભ હોરા
૬-રપ થી ૮-૩૪ સુધી, ૯-૩૯થી ૧૦-૪૩ સુધી, ૧ર-પર થી ૧૬-૦પ સુધી, ૧૭-૦૯થી ૧૮-૧૩ સુધી,
બ્રહ્માંડના સિતારા
યુવક યુવતિ અને તેના પરિવારના સભ્યોની વધુ પડતી અપેક્ષાઓને લઇને સગાઇ-લગ્નમાં મોડુ થાય છે. નાની નાની વસ્તુને લઇને સગાઇ બાબત હા નથી પાડતા અને પછી પાછળથી પસ્તાય છે અને પછી થાકી જાય છે અને બહુ સારા ઠેકાણા જતા કરીને નબળા પાત્રમાં હા પાડે છે અને જો ઇશ્વર ઉપર ભરોસો રાખો તો ઇશ્વરની મદદ મલે છે અને જો મોડા લગ્ન યોગ હોય તો પછી કોઇ જાતના વિચાર ન કરવા. થોડા વહેવારીક બનો યુવકે શનિવારના વરત કરવા રોજ હનુમાનજીના દર્શન કરવા અને યુવતિ દિકરીઓએ સોમવાર કરવા રોજ ઓમ નમઃ શિવાયના જાપ કરવા યેનકેન પ્રકારે કોઇને મદદરૂપ થવું રોજ સૂર્ય નમસ્કાર કરવા.