Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧પ-૭-ર૦૧૮ રવિવાર
અષાઢ સુદ-ત્રીજ, રવિયોગ પ્રારંભ ૧૩-૧૮, દિવસ સામાન્ય,
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-કર્ક
મંગળ-મકર
બુધ-કર્ક
ગુરૂ-તુલા
શુક્ર-સિંહ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧૩
સૂર્યાસ્ત-૭-૩ર
જૈન નવકારશી-૭-૦૧
ચંદ્ર રાશિ-કર્ક (ડ,હ)
૧૩-ર૮ થી સિંહ (મ,ટ)
નક્ષત્ર-આશ્લેષા
૧૩-ર૮થી મઘા
કાર્યોનો શુભ સમય
૭-૩પ થી ચલ-લાભ-અમૃત-૧ર-પ૩ સુધી, ૧૪-૩૩ થી શુભ-૧૬-૧૩ સુધી, ૧૯-૩૩ થી શુભ-અમૃત-ચલ-ર૩-૩૩ સુધી,
શુભ હોરા
૭-ર૦થી ૧૦-૪૦ સુધી, ૧૧-૪૩થી ૧ર-પ૩ સુધી, ૧પ-૦૬થી ૧૮-ર૭ સુધી, ૧૯-૩૩ થી ર૦-ર૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
હાલ તો યુગ કળીયુગ છે એમ કહી શકાય પણ જો તમો કળીયુગમાં પણ સાત્વીક રહો તો તમારા જીવનમાં તકલીફો ન આવે ભલે કદાચ તમો પૈસા ન બનાવી શકો કારણ કે જો મોટી રકમ પૈસાદાર બનવા માટે કયારેક ખોટુ પણ કરવું પડે. પૈસાદાર લોકોને સમાજમાં માન પ્રતિષ્ઠા મલે પછી ભલે તે વ્યકિત રાક્ષસવૃત્તિની હોય આવી વ્યકિતના સંપર્કમાં રહેવાથી શરૂઆતમાં સારૂ લાગે પણ તમોને ખબર ન પડે તેવી રીતે તેના નેગેટીવ વિચારો તમારા જીવનને બગાડી શકે છે જેથી ફકત પૈસાદાર છે એટલે સારા માણસો હશે છતાં તેવી વ્યકિત જીવન ઇશ્વર જેવું હોય છે. આવી વ્યકિતના આશિર્વાદ જીવનમાં ખૂબજ લાભ કર્તા રહે છે. ક્રમસ..