Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧પ-૬-ર૦૧૮ શુક્રવાર
બીજો જેઠ સુદ-ર,ચંદ્ર દર્શન, સૂર્ય મિથુનમાં ૧૧-૩૮થી, સંકાંતિ પુણ્ય કાળ-૧૧-૩૮થી ૧૮-૦ર,
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-મિથુન
મંગળ-મકર
બુધ-મિથુન
ગુરૂ-તુલા
શુક્ર-કર્ક
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૪
સૂર્યાસ્ત-૭-૨૯
જૈન નવકારશી-૬-પર
ચંદ્ર રાશિ- મિથુન (ક,છ,ઘ)
ર૭-ર૩ થી કર્ક (ડ,હ)
નક્ષત્ર-આર્દ્રા પુનર્વસુ
કાર્યોનો શુભ સમય
૬-૦૪ થી ચલ-લાભ-અમૃત-
૧૧-૦૭ થી સુધી ૧ર-૪૮ થી શુભ-૧૪-ર૯ સુધી, ૧૭-પ૦ થી ચલ-૧૯-૩૧ સુધી
શુભ હોરા
૬-૦૪ થી ૯-ર૬ સુધી, ૧૦-૩૩ થી ૧૧-૪૦ સુધી, ૧૩-પપ થી ૧૭-૧૭ સુધી, ૧૮-ર૪ થી ૧૯-૩૧ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં મંગળ બાબત ખૂબજ ગેરસમજ ઉભી કરવામાં આવે છે. મંગળ એક ચાર-સાત આઠ કે બારમા સ્થાન હોય તો મંગળ દોષ છે તેવું સામાન્ય રીતે જાણવું પણ મહત્વની વાત એ છે કે મંગળ કંઇ રાશિમાં જન્મ લગ્ન પણ કંઇ રાશિનું છે. મંગળ કયાં ગ્રહોની સાથે રહેલ છે તે પણ જાણવું જોઇએ. અહીં મેળાપક બાબત પ્રશ્ન કુંડલીનો પણ ઉપયોગ કરવો જોઇએ. તે ઉપરાંત ચંદ્રએ મનનો કારક છે અને તેની સાથે સૂર્ય પણ કંઇ રાશિમાં છે અને જન્મ લગ્નથી કયાં સ્થાનમાં છે તે બાબત સંપૂર્ણ રીતે જાણકારી મેળવવી અષ્ટક વર્ગને પણ ધ્યાનમાં લેવું જોઇએ. જન્મકુંડલીમાં ગુરૂનું બળ કેટલુ છે તે પણ જોવું જોઇએ ગુરૂ જો પ્રથમ સ્થાનમાં હોય તો સારૂ ફળ આપે છે.