Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૪-૧૧-ર૦૧૯,ગુરૂવાર
કારતક વદ-ર, રોહિણી-ડાયાબીટીઝ દિન,
બાલદિન-નહેરૂ જયંતિ,
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-વૃષભ
મંગળ-તુલા
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પ૮,
સૂર્યાસ્ત-૬-૦૩,
જૈન નવકારશી-૭-૪૬
ચંદ્રરાશિ-વૃષભ (બ,વ,ઉ)
નક્ષત્ર-રોહિણી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-પ૯થી શુભ-૮-રર સુધી, ૧૧-૦૮ ચલ-લાભ-અમૃત-૧પ-૧૭ સુધી, ૧૬-૪૦ શુભ-અમૃત-ચલ-ર૧-૧૮ સુધી,
શુભ હોરા
૬-પ૯થી ૭-પપ સુધી,
૯-૪પ થી ૧ર-૩૧ સુધી,
૧૩-ર૭થી ૧૪-રર સુધી,
૧૬-૧૭થી ૧૯-૦૮ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં ગ્રહોની યુતિ કે પરિવર્તન યોગ યુતિ પ્રતિયુતિ અને દૃષ્ટિ આ બધુ ખૂબજ મહત્વનું રહેલ છે. સામાન્ય રીતે ઘણા લોકો ફકત બાર રાશિઓના નામ યાદ રાખીને ફળાદેશ કરવા લાગે છે અને પછી ફળાદેશ ખોટુ પડે છે તેનું કારણ શું હોઇ શકે બીજુ જેટલુ સરળ લાગે છે તેટલું જ ફળાદેશ કરવું અઘરૂ છે. જયારે આ શાસ્ત્રને બદનામી મલે છે. અહીં મુશ્કેલીમાં આવી ગયેલ વ્યકિતઓ તકલીફોમાંથી બહાર નીકળવા જયોતિષનો કે તાંત્રીકો જે વસ્તુ જ નથી હોતી તેવી બનાવટી વસ્તુઓનો આશરો લ્યે છે અને પછી તેમાં ફસાતા જાય છે. ગંજી પતાને લઇને ફળાદેશ કરવામાં આવે છે. તો કોઇ ભગવાનના નામે ધંધો કરે છે. ચમત્કાર વ્યકિતએ પોતે જ કરવો પડે છે અને પોતાની આવકને ધ્યાનમાં રાખીને ખર્ચ કરવો જરૂરી રહે જરૂરીયાત વાળી વ્યકિતને મદદ કરવી.