Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૩-૧૨-ર૦૧૯,શુક્રવાર
માગસર વદ-૧,
ઇષ્ટી, દાઉજી રાજીવજી જન્મદિન ઉત્સવ, નાથદ્વાર,
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-મિથુન
મંગળ-તુલા
બુધ-વૃશ્ચિક
ગુરૂ-ધન
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧૯
સૂર્યાસ્ત-૬-૦૩,
જૈન નવકારશી-૮-૦૭
ચંદ્રરાશિ- મિથુન (ક,છ, ઘ)
નક્ષત્ર-આર્દ્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૧૯થી ચલ-લાભ-અમૃત-૧૧-ર૦ સુધી, ૧ર-૪૧ થી શુભ-૧૪-૦ર સુધી, ૧૬-૪૩ થી ચલ-૧૮-૦૪ સુધી, ર૧-ર૩થી લાભ-ર૩-૦ર સુધી
શુભ હોરા
૭-૧૮ થી ૧૦-૦૦ સુધી, ૧૦-પ૪ થી ૧૧-૪૭ સુધી, ૧૩-૩પ થી ૧૬-૧૬ સુધી, ૧૭-૧૦થી ૧૮-૦૪ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં ચંદ્રનું ખૂબજ મહત્વ રહેલ છે. ચંદ્ર જળ તત્વનો કારક છે એટલે કે જળતત્વની તેના ઉપર વધુ અસર રહેલ છે. જન્મના ચંદ્રથી ઘણા બધા યોગો જન્મકુંડલીમાં બને છે. જેમકે ગજકેસરી યોગ ચંદ્રની સ્થિતિ ઉપરથી અને ગુરૂની સ્થિતિ ઉપરથી જોવા મલે છે. તેવી જ રીતે જન્મના ચંદ્ર ઉપર ગુરૂની દૃષ્ટિ છે કે કેમ તે મહત્વનું હોય છે તે ઉપરાંત ચંદ્રથીસુનફા યોગ અને અનફા જેવા યોગ બને છે તેવી જ રીતે લક્ષ્મી યોગ પણ બને છે જે માટે ચંદ્રની સ્થિતિની સાથે સાથે મંગળની સ્થિતિ કયા સ્થાનમાં છે અને તેની દૃષ્ટિ મહત્વનો ભાગ ભજવે છે. ચંદ્રની સાથે શનિનો યોગ પણ બને છે. ટૂંકમાં ચંદ્રની સ્થિતિ બને તે કયાં ગ્રહોની સાથે છે તેની જાણકારી મેળવી.