Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧ર-૧૧-ર૦૧૯,મંગળવાર
કારતક સુદ-પૂનમ,
ગુરૂ નાનક જયંતિ,
દેવ દિવાળી વ્રતની પૂનમ,
તુલસી વિવાહ પૂર્ણ,
ભીષ્મ પંચક વ્રત પૂર્ણ,
કાર્તિક સ્નાન પૂર્ણા,
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-મેષ
મંગળ-તુલા
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પ૭,
સૂર્યાસ્ત-૬-૦૩,
જૈન નવકારશી-૭-૪પ
ચંદ્રરાશિ-મેષ (અ,લ,ઇ)
ર૭-૦૯થી વૃષભ (બ,વ,ઉ)
નક્ષત્ર-ભરણી
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-૪પ થી ચલ-લાભ-અમૃત-૧૩-પ૪ સુધી, ૧પ-૧૮ થી શુભ-૧૬-૪૧ સુધી, ૧૯-૪૧ થી લાભ-ર૧-૧૮ સુધી,રર-પપ થી શુભ-અમૃત-ર-૦૮ સુધી,
શુભ હોરા
૮-૪૯થી શુક્ર, બુધ, ચંદ્રની હોરા-૧૧-૩૬ સુધી, ૧ર-૩૧ થી ગુરૂની ૧૩-ર૭ સુધી, ૧પ-૧૮થી ૧૮-૦૪ સુધી,
બ્રહ્માંડના સિતારા
જાતકના જન્મના ગ્રહોમાં જો ગુરૂ અસ્તનો હોય પણ સામાન્ય રીતે તેવું જોવામાં આવે કે ગુરૂ ચંદ્ર સાથે છે તો પણ ગજ કેસરી યોગનું ફળ મલશે કે કેમ ? અને મલશે તો કયારે મલશે તે પણ જોવું જોઇએ. ગુરૂની આજુબાજુ જો શુક્ર અથવા બુધ બીરાજમાન હોય તો આવી વ્યકિતઓને ગજ કેસરી યોગનું ફળ સારૂ મલે છે. હોરા કુંડલીમાં પણ જો ગુરૂની સાથે ચંદ્ર હોય તો પણ ગજ કેસરીનું ફળ મલે છે. અન્ય વર્ગને ધ્યાન લઇને નિર્ણયો લેવા નહીંતર ફળાદેશ સાચુ ખોટુ પડે છે અને લોકોને જયોતિષ શાસ્ત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે.