Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા. ૧૧-૫-ર૦૧૮, શુક્રવાર
વૈશાખ વદ-૧૧,
અપરા એકાદશી (કાકડી), પંચક, સૂર્યનો કૃતિકા
નક્ષત્રમાં પ્રવેશ, કુમારયોગ સૂર્યોદયથી ૧૩-ર૬
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-કુંભ
મંગળ-મકર
બુધ-મીન
ગુરૂ-તુલા
શુક્ર-વૃષભ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧૧
સૂર્યાસ્ત-૭-૧૭
જૈન નવકારશી-૬-પ૯
ચંદ્ર રાશિ-મીન (દ,ચ,ઝ.થ)
નક્ષત્ર-પૂર્વાભાદ્રપદ
માંગલીક કાર્યોનો શુભ સમય
૬-૧૧ થી ચલ-લાભ-અમૃત-
૧૧-૦પ સુધી, ૧ર-૪૪ થી શુભ-૧૪-રર સુધી, ૧૭-૩૯ થી ચલ-૧૯-૧૭ સુધી,
શુભ હોરા
૬-૧૧ થી ૯-ર૭ સુધી,
૧૦-૩૩ થી ૧૧-૩૮ સુધી,
૧૩-૪૯ થી ૧૭-૦૬ સુધી,
૧૮-૧૧ થી ૧૯-૧૭ સુધી,
બ્રહ્માંડના સિતારા : -
સફળતા માટે કર્મ કરવું જરૂરી છે. ભગવાન કૃષ્ણ એ કહેલુ છે કે હે મનુષ્ય તારે કર્મ કરવાનું તને ચોક્કસ તેનું ફળ મલવાનું લોકો આજકાલ આવા શબ્દો સાંભળવા સેમીનારના ચક્કર મારે છે અને પોતાની પાસે નોલેજ હોવા છતાં બહાર ગોતવા જાય છે. ભગવાને દરેકને માનવદેહ આપેલ છે તેની સાથે સાથે વહેવારૂ જ્ઞાન પણ આપેલ છે. દરેક વ્યકિતને કુદરતે સંપૂર્ણપણે સમજદારી આપેલ જ છે. વ્યકિત પોતે સમજતી હોય છે કે હું આ કામ કરૂ છું તે સારૂ છે કે ખરાબ પણ તેની અંદર લાલચ આવે છે અને લાલચમાં તે વ્યકિત ખેંચાય છે. શ્વાસ લેવાની ક્રિયા ઇશ્વરે આપેલ છે તે બહાર શીખવા જવુ નથી પડતું તમારી અંદરની શકિતઓને જાગૃત કરો-મનુષ્ય તરીકે જીવવાની ઇચ્છા પ્રબળ બનાવો.