Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૧-૧-ર૦૨૦,શનિવાર
પોષ વદ-૧, ઇષ્ટિ,
વૈદ્યુતિ ૧૩-પ૪ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-મિથુન
મંગળ-વૃશ્ચિક
બુધ-ધન
ગુરૂ-ધન
શુક્ર-કુંભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૩૦,
સૂર્યાસ્ત-૬-૧૮,
જૈન નવકારશી-૮-૧૮
ચંદ્રરાશિ-મિથુન (ક,છ,ઘ)
૭-પ૧થી કર્ક (ડ,હ)
નક્ષત્ર-પુનર્વસ
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-પ૧ થી શુભ-૧૦-૧ર સુધી, ૧ર-પપ થી ચલ-લાભ-અમૃત-૧૬-પ૯ સુધી, ૧૮-ર૦થી લાભ-૧૯-પ૯ સુધી, ર૧-૩૮થી શુભ-અમૃત-ચલ-ર-૩૪ સુધી,
શુભ હોરા
૮-ર૪ થી ૯-૧૮ સુધી,૧૧-૦૭ થી ૧૩-૪૯ સુધી, ૧૪-૪૩ થી ૧પ-૩૭ સુધી, ૧૭-ર૬ થી ર૦-૩ર સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો મંગળ પ્રથમ સ્થાનમાં હોય મંગળ દોષ ગણવામાં આવે છે. તેવી જ રીતે મંગળ ચોથા સ્થાનમાં હોય તો પણ મંગળ દોષ લાગે છે. તેવી જ રીતે જન્મ લગ્નથી સાતમા સ્થાનમાં પણ જો મંગળ હોય તો મંગળદોષ લાગે છે અને આઠમા સ્થાનમાં મગળ હોય તો પણ મંગળ દોષ લાગે છે. તેવી જ રીતે જન્મ લગ્નથી કે જન્મતા ચંદ્રથી બારમા સ્થાનમાં જો મંગળ હોય તો મંગળ દોષ લાગે છે. હવે આ બધા સ્થાનમાં ખાસ એ જોવું જોઇએ કે કંઇ રાશિનું લગ્ન છે તે ઉપરાંત મંગળ જે રાશિમાં છે તે કંઇ રાશિ છે તે ખાસ જોવું જોઇએ. જો લગ્નમાં મેષ રાશિ હોય તો આવી કુંડલીમાં મંગળ દોષ નથી ગણાતો જેની મંગળ બાબર કોઇ નિર્ણયો લેવામાં સાવધાની રાખવી.