Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૬-૧-ર૦૧૯,રવિવાર
પોષ સુદ-૧,એકમ વૃદ્ધિ તિથિ છે. પોષ મહિનાનો આરંભ, ઇષ્ટિ
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-ધન
મંગળ-મીન
બુધ-ધન
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-ર૯
સૂર્યાસ્ત-૬-૧પ
જૈન નવકારશી-૮-૧૭
ચંદ્ર રાશિ-ધન (ભ,ફ,ધ,ઢ)
ર૪-ર૭થી મકર(ખ,જ)
નક્ષત્ર-પૂર્વાષાઢા
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-પ૦ થી ચલ-લાભ-અમૃત-૧ર-પ૩ સુધી, ૧૪-૧૪ થી શુભ-૧પ-૩પ સુધી, ૧૮-૧૭થી શુભ-અમૃત-ચલ-ર૩-૧૪ સુધી,
શુભ હોરા
૮-ર૩થી ૧૧-૦પ સુધી, ૧૧-પ૯થી ૧ર-પ૩ સુધી, ૧૪-૪૧થી ૧૭-ર૩ સુધી, ૧૮-૧૭થી ૧૯-ર૩ સુધી,
બ્રહ્માંડના સિતારા
ઘણી વખત ખૂબજ દેખાવડા અને સ્માર્ટ તે ઉપરાંત આર્થિક રીતે સુખી હોવા છતાં પણ સગાઇ લગ્ન નથી થતાં તેની પાછળ ગ્રહોની સ્થિતિ જવાબદાર હોય તેની સાથે સાથે વ્યકિત પોતે કોઇ જવાબદારીઓ લેવામાં ગભરાઇ જાય છે. જેમકે લગ્ન કરવા એ એક મોટી જવાબદારી છે. નોકરી કરવી જોઇએ. ઘરમાં અને સમાજમાં વ્યવસ્થિત રહેવું જોઇએ તે ઉપરાંત જો જીવનસાથીને પૂર્ણ રીતે સુખી કરી શકશે કે કેમ ? તે પણ એક પ્રશ્ન મુંજવતો હોય છે અને થોડો વહેવારૂ અભિગમ અપનાવવો જોઇએ. ખાસ કરીને જન્મના ચંદ્રની સાથે કર્યાં ગ્રહો છે તે જોવા જોઇએ. જો જન્મનો ચંદ્ર શનિ કે રાહુ સાથે હોય અને નક્ષત્ર કેવું છે તે પણ ખાસ જોવું જોઇએ. લગ્નેશ કંઇ રાશિમાં છે તે પણ ખાસ જોઇએ પછી નિર્ણયો લેવા.