Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

પવિત્ર શ્રાવણ માસ

આધ્યાત્મિક જીવનમાં

આદર્શ કર્મનો સદ્ઉપયોગ

ભકિત નિસ્વાર્થ કરીએ, અને મન પવિત્ર રાખીએ.

જે જીવ - આત્મા કર્મ બાંધે, એ જ જીવ પુરૂષાર્થ કરીને મુકત પણ થાય. મોહમાયાનો ત્યાગ કરીને, ધર્મના ત્યાગના સદ્ગુરૂના શરણે જવાથી શ્રેય જ થાય છે. અને શુધ્ધ ચારિત્રય પણ જીવનને સદગતિ આપે છે.

તારૃં કશું ન હોય તો છોડીને આવ તું

તારૂ બધુ જ હોય, તો છોડી બતાવતું...!

સર્વને ધારણ કરનારો, સર્વનુ પોષણ કરનારો પરમ કૃપાળુ પરમાત્મા સર્વશકિત માન છે. એટલે કે, દેહધારી જેટલા પણ સૃષ્ટિમાં જીવો છે. તે સર્વને પ્રભુ જ ધારણ કરી રાખનાર છે.

માનવ જીવન બહુ ભાગ્યથી જ પ્રાપ્ત થાય છે. અને તે દેવો માટે પણ દુર્લભ છે.

બ્રાહ્મણ અને સંતનું જીવન, જે અપરિ ગ્રહી છે. તે બ્રાહ્મણ છે. અને જેનામાં અહંકાર નથી તે સંત છે.

આત્મજ્ઞાન જ માનવીનું સૌથી મોટું ગૌરવ છે. જે આ દિશામાં પોતાની જાતને વાળે છે. તે અંતર મુખી બને છે. પોતાના ભૂતકાળ અને ભવિષ્યકાળને ધ્યાનમાં રાખીને વર્તમાન નકકી કરે છે. તે આત્માવલંબી માનવી પ્રગતિના પંથે ઝડપભેર આગળ વધી શકે છે.

અધ્યાત્મ મહાશકિતનું માનવ શરિરમાં સારી રીતે આગમન થાય એના માટે પાત્રતા હોવી જોઇએ. શ્રેષ્ઠ સદકાર્યો જ માનવીને શ્રેષ્ઠ બનાવી શકે.

જો વ્યકિત પોતે થોડુ ઘણું પણ આધ્યાત્મિકતા તરફ ધ્યાન આપે તો બધી મુશકેલીઓ વચ્ચે પણ સમતા કેળવી શકે છે. જીવનદ્રષ્ટિના અભાવે લોકો જીવનની સમસ્યાઓથી ગભરાય છે. પણ જો તેઓ જીવન સંચાલનની વિદ્યા જાણી લે તો તેમનું જીવન શ્રેષ્ઠ બની જાય.

જીવનનો સદ્ઉપયોગ ત્યારે જ શકય અને જયારે જીવન પ્રત્યેનો અભિગમ સકારાત્મક હોય અને તેના અમલ માટે પુરૂષાર્થ જરૂરી છે.

આદર્શ ચિંતન આદર્શ કર્મનો માર્ગ બતાવે છે. અને આધ્યાત્મિક કર્મમાં જ જીવનનો સદ્ઉપયોગ છે.

બીજાને લલચાવવા, કે આકર્ષવા માટે મોટી મોટી વાતો કરી શકાય, પણ પોતાને સમજાવવા માટે તે પુરતું નથી, તેને માટે તો આધ્યાત્મિક સત્યની અનુભૂતિ જરૂર છે. આધ્યાત્મિક સત્યની અનુભૂતિ, તત્વ ચિંતન અને ધારણા કરતાં પણ વધુ મહત્વની છે. અને આદર્શ ચિંતન આદર્શ કર્મનો માર્ગ  બતાવે છે. માટે જીવનનો મહામંત્ર બનાવીએ,જીવનનો શ્રેષ્ઠ સદ્ઉપયોગ કરીએ.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:40 am IST)
  • ભચાઉ સબજેલમાંથી હિસ્ટ્રીશિટર આરોપી જેલમાંથી ફરાર:અનેક ગુનાઓમાં સંડોવાયેલ આરોપી રામજી કોળી જેલની દીવાલ કુદીને થયો ફરાર:કચ્છ ,બનાસકાંઠા ,પાટણ જિલ્લા માં નક્કાબંધી કરી હિસ્ટ્રીશિટર આરોપીને શોધવા પોલીસ તપાસ:આરોપીને શોધવા પોલીસે બનાવી પાંચ ટીમ access_time 11:02 pm IST

  • ગુજરાતના મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ ઉપેન્દ્રભાઈ દવેનું આજ રોજ તારીખ 13/9/2018ના સાંજે દુઃખદ અવસાન થયેલ છે:તેમના અંતિમ વિધિ તારીખ 14/9/2018 ના રોજ સવારે 9.00 કલાકે ભાવનગર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે access_time 11:28 pm IST

  • સુરત :સ્વાઈન ફ્લુમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો:કુલ પોઝિટિવ કેસનો આંકડો 11 થયો :45 વર્ષીય પુરુષનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ :હાલમાં 7 લોકો સારવાર હેઠળ access_time 11:57 pm IST