Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

નોરતુ ૬ ઠું: યા દેવી શકિતરૂપેણ સંસ્થિતાં

મા બાળકના અવગુણોને ક્ષમ્ય કરે છે...!

માના વિશાળ વિશ્વ માતૃત્વનો ભાવ

શ્રધ્ધા અને ભકિતની દ્રષ્ટિએ જોઇએ તો ભગવતી મા શકિતની ઉપાસના અકલ્પ સુખને પ્રાપ્ત કરાવનારી છે.

ભગવતી માની ઉપાસના સર્વમાન્ય છે. તે નિર્વિવાદ છે. મા ભગવતીની અદ્દેત શકિતની  પરમ દયા છે અતેમની જ કૃપા છે.

એક જ નિરંજન નિરાકાર મહાશકિતને કોઇ બ્રહ્મ, કોઇ તત્વ, અથવા શકિત એમ અનેક સ્વરૂપે કલ્પે છે.

નિરાકાર બ્રહ્મથી સૃષ્ટિ પર સાકાર સ્વરૂપે અવતાર ધારણ કરી ચુકેલા અવતારોએ પણ પરામ્બા શકિતમાની સાકાર સ્વરૂપમાં સ્તુતી પુજા કરેલ છે.

ભગવાન વિષ્ણુએ પણ પૃથ્વી પર રહીને  ભગવતીની શકિતમાની સ્તુતી અને પુજા ઉપાસના કરી હતી તેમણે મધુ-કૈરણના ત્રાસથી મુકત થવા યુધ્ધ કરતા મા ભગવતીની પ્રાર્થના કરી હતી. વિષ્ણુની સ્તુતીમાં ભગવતીમાનુ પુર્ણ સામર્થ્ય અને બ્રહ્મશકિતનું એક અદ્વેત સ્વરૂપ વર્ણવ્યુ઼ છે. વિષ્ણુ ભગવાન પોતે જ પોતાના કરતા ભગવતી માને શ્રેષ્ઠ ભાવે સ્તૃતી કરે છે.

ન તે રૂપ વિજાવાનામી સગુણ નિર્ગુણ તથા

ચરિત્રાણી કુતો દેવી સંખ્યાંતીતાની પાની તે

હે માં, હુ઼ સગુણ કે નિર્ગુણ સ્વરૂપને જાણતો નથી તો હે દેવી તારામાં જેે અસંખ્ય ચરિત્રો છે તેઓને તો હું કયાંથી જાણુ.

ભગવતીના  સ્વરૂપો પુર્ણ વર્ણવવા માટે સમર્થ નથી તે નિર્વિવાદ હકિકત છે.

મા બાળકના અવગુણોને અપરાધની દ્રષ્ટિથી નહી જોતા અક્ષમ્ય કરે છે. તેમ શકિતના સ્વરૂપને માત્ર પ્રકૃતિની દ્રષ્ટિથી જ જો વિચારી હશે તો ત્યાં માત્ર શકિતનું સ્થુળ વર્ણન દ્રષ્ટિગોચર થાય. પરંતુ શકિત એ માત્ર જડ બ્રહ્મમાં રહેલ કોઇ સંહારક  તત્વ નથી પરંતુ તે તો વિશ્વ જનની છે.એ ભાવે જ મા શકિતની આરાધના સ્તુતી કરવી આવશ્યક છે.

શંકરાચાર્યજીએ કહયું છે કે  કુપુત્રો જાયેત કવચિદપિ કુમાતા ન ભવતી

એ અનુસાર ભગવતી માએ સર્વકાર્ય કર્યુ છે અને એટલે જ મા ના વિશાળ વિશ્વ માતૃત્વનો ભાવ સિધ્ધ થાય છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

 

(9:57 am IST)
  • કોરોના એ સરકારનું ષડયંત્ર છે : મુસ્લિમોની વધી રહેલી જનસંખ્યા મહા વિનાશ સર્જશે : હિંદુઓ પાંચથી છ બાળકો પેદા કરે : મથુરાના ડાસના દેવી મંદિરના મહંત સ્વામી યતિ નરસિંહાનંદ સરસ્વતીનું વિવાદિત નિવેદન access_time 7:58 pm IST

  • એક લાખ કરોડ રૂપિયાના IL&FS કૌભાંડમાં માસ્ટર માઈન્ડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસ પૂર્વ ચેરમેન રવિ પાર્થશારથીની ધરપકડ : ચેન્નાઈ પોલીસની અપરાધ શાખા એ ધરપકડ કરી :ઈકોનોમિક ઓફિસ (EOW)એ કહ્યું કે પૂર્વ ચેરમેન રવિ પાર્થસારથીના નેતૃત્વમાં IL&FS ફ્રોડ કરવાનું મુખ્ય મથક બની ગયું હતું. access_time 12:41 am IST

  • કોવિડ મહામારી અને લોકડાઉનથી અર્થતંત્રને ફટકો પડતા તેલંગાણાના મુખ્યમંત્રીએ રાજ્યની મહેસૂલ વધારવા માટે રાજ્ય સરકાર હસ્તકની રૂ .20,000 કરોડની જમીનો વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે. વધુ બે રાજ્ય સરકારો પણ નજીકના ભવિષ્યમાં પોતાની લેન્ડ બેંક વેચવાની યોજના બનાવી રહી હોવાનું જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:16 am IST