Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

આચાર્ય રજનીશ સાનિધ્યમાં કેટલીક જ્યોતિર્મય ક્ષણ

સવાર થઇ ગઇ છે. અમે એક નદીને કિનારે છીએ. માછીઓ માછલાં પકડી રહ્યા છે. કેટલાંક પકડાયેલા માછલાં રેતીમાં તરફડે છે. આચાર્યશ્રીએ કહ્યું, ''જેમ પાણી બહાર માછલાં તરફડે છે તેમ જ પરમાત્માની બહાર માણસ તરફડે છે.''

અમે પાછાં ફરતાં હતાં, કોઇએ પૂછયું, ''આપણાં દુઃખોનું કારણ શું?'' તેમણે કહ્યું, ''દુઃખોનું નહી- દુઃખનું.'' પૂછો. કારણ ખરી રીતે ઘણાં દુઃખ નથી, દુઃખ એક જ છે. પરમાત્માની બહાર રહેવું એ જ એક માત્ર સંતાપ છે. એ આપણે જાણતાં જ નથી. દુઃખોની ભીડમાં આપણે 'દુઃખ' ભૂલી જઇએ છીએ. પછી એ 'દુઃખ'માંથી દુઃખો જન્મે છે. પરમાત્માથી દૂર રહેવું એ જ મૂળ દુઃખ છે. બાકી બધાં દુઃખો તેના સંતાન છે. કોઇ વૃક્ષનું મૂળ ન કાપતાં માત્ર ડાળોને કાપ્યે જાય અને માને કે વૃક્ષ નષ્ટ થશે એવી જ ભૂલ ''મૂળ દુઃખને'' દૂર કર્યા વિના દુઃખોને દૂર કરવાના ઉપાયમાં થાય છે.

સાંભળતાં મને લાગ્યું આ નાના નાના વચનોમાં પણ કેટલું સત્ય સમાયું છે. શું ખરેખર આપણે પાણી બહાર પડેલા માછલાંની જેમ નથી તરફડતા? આ વિચાર સાથે જ મેં આખા જગતને માછલાંની જેમ તરફડતાં અનુભવ્યાં.

મને વિચારમાં જોઇને તેમણે કહ્યું, ''વિચાર શો કરવો ? માણસ પણ સાગરના જળથી વિખૂ ટું પડેલું માછલું જ છે. ને માછી પણ તે જ છે જે તેને તરફડાવે છે, માણસ માછલીનુંને માછી બંને છે આપણા કામ અને બંધનનું કારણ આપણે જ છીએ. અને એ જ આપણી સ્વતંત્રતા તેમ જ મુકિતની આશા તથા સંભાવના છે.

આપણે જે દિવસે નિશ્ચય કરીએ તે જ દિવસે પરમાત્મા સાથે ફરી જોડાઇ શકીએ છીએ. પોતાના જ સંકલ્પથી દૂર છીએ તેથી જ પોતાના સંકલ્પથી સમીપ જઇ શકીએ છીએ. માણસની પર તંત્રતામાં જ તેની સ્વતંત્રતા પણ છુપાયેલી પડી      છ.ે.''

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:14 am IST)
  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST

  • કાશ્મીરમાં સેના બની દેવદૂત :બરફમાં દોઢ કિલોમીટર સુધી ગર્ભવતી મહિલાને સ્ટ્રેચર પર લઈને ગયા જવાનો :બેલડી બાળકીઓને આપ્યો જન્મ :ભારે બરફવર્ષા અને ખરાબ હવામાન વચ્ચે માઇનસ 7 ડિગ્રીથી ઓછા તાપમાનમાં ભારતીય સેનાની કાબિલેતારીફ કામગીરી access_time 1:25 am IST

  • રાજ્યમાં ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટીસ કરનાર સામે તંત્રની લાલ આંખ : કલોલના સાંતેજમાં આરોગ્ય વિભાગના દરોડા: સાંતેજની શિવા ક્લિનિકમાં તપાસ , બોગસ ડીગ્રીના આધારે ક્લિનિક ચલાવી રહ્યો હતો નકલી ડોક્ટર: પોલીસે ખોટા દસ્તાવેજો સાથે નકલી ડોક્ટરની ધરપકડ કરી access_time 9:28 pm IST